Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ભારતમાં મોટા હુમલાની તૈયારીઓની આશંકા

ભારતીય મુળના મનાતા ૫૦ ISIS શંકાસ્પદો ઉપર ભારતની બરાબર નજર છે

અફઘાનિસ્તાનમાંથી ભરતીઓ થઈ રહી છે ! ભારતીય એજન્સીઓ સતર્ક : સફળ થવા દેતી નથી

નવી દિલ્હી : શ્રીલંકામાં થયેલા આઈએસઆઈએસના આતંકી હુમલાને લઈને ભારતીય તપાસ એજન્સીઓ પણ ખુબ સતર્કતા વર્તી રહી છે. ભારતમાં આઈએસઆઈએસના હુમલાનો ડર સતત મંડરાતો રહે છે. ભારતીય તપાસ એજન્સીઓ ગુપ્તચર એજન્સીઓની મદદથી ૫૦થી વધુ તે ભારતીય મૂળના આઈએસઆઈએસના સંદિગ્ધો પર નજર રાખી રહી છે જે અફઘાનિસ્તાન અને સીરિયામાં રહીને ભારતમાં મોટા હુમલાની તૈયારીમાં લાગેલા છે.

તપાસ એજન્સીઓને શક છે કે દેશના અલગ અલગ રાજયમાંથી ચૂપચાપ અફદ્યાનિસ્તાન અને સીરિયામાં જઈને વસેલા આ સંદિગ્ધો ભારતમાં યુવાઓને આઈએસઆઈએસમાં ભરતી કરાવવાના કાવતરામાં લાગેલા છે. તપાસ એજન્સીઓના રિપોર્ટથી એ ખુલાસો થયો છે કે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં જેટલા પણ ત્લ્ત્લ્દ્ગક્ન આતંકીઓની ધરપકડ થઈ છે તેમાં અત્યાર સુધીમાં યુપીમાંથી સૌથી વધુ ધરપકડ થઈ છે. આવામાં ત્લ્ત્લ્દ્ગક્ન નિશાના પર યુપી સૌથી વધુ છે. જયાં ત્લ્ત્લ્ સતત યુવાઓને પોતાના સંગઠનમાં ભરતી કરાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે.

શ્રીલંકામાં થયેલા આઈએસઆઈએસના  ફિદાયીન હુમલાની જેમ ભારતમાં પણ આઈએસઆઈએસ  મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. પરંતુ આ સંગઠન હજુ સુધી ભારતમાં આવા કોઈ હુમલાને અંજામ આપી શકયું નથી. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આ હુમલાને અંજામ આપતા પહેલા જ આપણી તપાસ એજન્સીઓ આઈએસઆઈએસના અલગ અલગ મોડ્યુલને સમયસર નિષ્ફળ કરી નાખે છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે એનઆઈએ અત્યાર સુધી આઈએસઆઈએસ  સંલગ્ન ૨૬ કેસ દાખલ કરી ચૂકી છે અને દેશમાં અલગ અલગ રાજયોમાં બનનારા આઈએસઆઈએસના આવા નેટવર્કને પણ કોઈ પણ કાવતરાને અંજામ આપતા પહેલા જ દબોચી લે છે.

કેન્દ્રીય સુરક્ષા સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યાં મુજબ, ભારતીય તપાસ એજન્સીઓ છેલ્લા ૫-૬ વર્ષોમાં અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ આઈએસઆઈએસના સંદિગ્ધ આતંકીઓની ધરપકડ કરી ચૂકી છે. એટલું જ નહીં અનેક સંદિગ્ધોને ડિ રેડિકલાઈઝેશન કેમ્પમાં રાખીને તેમને ડી-રેડિકલાઈઝડ કરવામાં આવ્યાં છે. જે બતાવે છે કે આપણી તપાસ એજન્સીઓ આ જોખમને લઈને કેટલીક ગંભીર છે.

ઝી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ અત્યાર સુધીમાં અલગ અલગ રાજયોમાંથી ૧૦૦દ્મક વધુ આઈએસઆઈએસ સંદિગ્ધોની ધરપકડ થઈ ચૂકી છે. જયારે ૨૬થી વધુ આઈએસઆઈએસના મોડ્યુલને સમયસર નિષ્ફળ કરવામાં આવ્યાં છે. ૧૦૦દ્ગક આસપાસ સંદિગ્ધોની ધરપકડ થઈ છે. જેમાંથી ૫૩ નોર્થ ઈન્ડિયા એટલે કે યુપી, બિહાર, મધ્ય પ્રદેશ જેવા રાજયોમાંથી છે, જયારે બાકીના દક્ષિણ ભારતના કેરળ, તેલંગાણા, તામિલનાડુ, મહારાષ્ટ્ર જેવા રાજયોમાંથી છે.

તપાસ એજન્સીના રિપોર્ટથી જાણવા મળે છે કે સૌથી વધુ જે રાજયોમાંથી આઈએસઆઈએસના સંદિગ્ધોની ધરપકડ થઈ છે તેમાં ઉત્ત્।ર પ્રદેશ પહેલા નંબરે છે. યુપીમાંથી અત્યાર સુધીમાં ૨૬ આઈએસઆઈએસના શંકાસ્પદોની ધરપકડ થઈ છે. ત્યારબાદ કેરળ-૧૬, તામિલનાડુ-૧૪, મહારાષ્ટ્ર-૧૫ અને તેલંગાણામાંથી ૧૫ આઈએસઆઈએસના સંદિગ્ધોની ધરપકડ થઈ છે.

(3:38 pm IST)