Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ટ્વીટરે મતદાન બાબતે ભરમાવતી માહિતીનો પ્રસાર અટકાવવા સુવિધા આપી

ભારતમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઉશ્કેરણીજનક તેમ જ ફેક માહિતી ન ફેલાય તે માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ તાકીદ કરાઈ હતી. દરમિયાન ટ્વિટરે નવી પહેલ કરી છે. ટ્વિટરે ભારતમાં ઈલેકશનને ધ્યાનમાં રાખીને નવું રીપોર્ટ ફીચર લોંચ કર્યું છે. કોઈ યુઝરની ટ્વિટરમાં કંઈક વાંધાજનક સામગ્રી હશે અથવા તો મતદાન બાબતે ભ્રામક માહિતી ફેલાતી હશે તો તેની સામે રીપોર્ટ કરી શકાશે.

નવી ટ્વીટ કરનારા યુઝરના નામની બરાબર જમણી બાજુ એક વિકલ્પનું બટન છે. એમાં કિલક કરવાથી સાતેક વિકલ્પો ઓપન થશે. એમાં શ્નરીપોર્ટ ટ્વીટલૃના વિકલ્પ પસંદ કરવાથી બીજા ચાર ઓપશન્સ ખુલશે અને એમાં મિસ લિડિંગ અબાઉટ ઈલેકશન એના ઉપર કિલક કરવાથી રીપોર્ટ લખવાની સુવિધા મળશે. તેમાં કેવી રીતે ચૂંટણી બાબતે લોકોને મિસલીડ કરવામાં આવી રહ્યા છે તેની નાનકડી માહિતી લખીને ટ્વિટર મેનેજમેન્ટને સેન્ડ કરી શકાશે. તે પછી ટ્વિટર તેનું મૂલ્યાંકન કરશે અને પગલાં ભરશે.

ટ્વિટરે જણાવ્યું હતું કે આ ફીચર ચૂંટણી વખતે ખોટી માહિતી ફેલાતી અટકાવવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. તેનું મૂલ્યાંકન કર્યા પછી જે તે યુઝરને દિવસો સુધી બ્લોક કરવા સુધીના પગલાં ભરાશે. ભારતમાં પહેલી વખત આનો પ્રયોગ થયો છે અને યુરોપના અમુક દેશોમાં તેની સુવિધા શરૂ થશે. એક વર્ષમાં સમગ્ર વિશ્વમાં આ વિકલ્પ આપવાની ટ્વિટરને ખાતરી આપી હતી.

(3:23 pm IST)