Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

બ્રિટનમાં આવેલ ટાટા સ્ટીલના પ્લાન્ટમાં વિસ્ફોટ : ૨ને ઈજા

બ્રિટેનના પોર્ટ ટાલબોટમાં આવેલ ટાટા સ્ટીલવર્કસ પ્લાન્ટમાં એક જોરદાર બ્લાસ્ટ થયો છે. સાઉથ વેલ્સ વિભાગના પોલીસ વિભાગ દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઇ છે. પોલીસ વિભાગના જણાવ્યા અનુસાર આ દૂર્ઘટનામાં બે વ્યકિતઓને સામાન્ય ઇજા પહોંચી છે. કારણ જાણવા નથી મળેલ.

પોલીસ વિભાગે ટવિટ કરી જણાવ્યું કે અમને પોર્ટ ટાલબોટમાં આવેલ ટાટા સ્ટીલવકર્સ પ્લાન્ટમાં થયેલ આ દૂર્ઘટનાની જાણકારી મળી છે. લોકોને સ્થળ પર નહિં જવા જણાવાયું છે.

(3:22 pm IST)