Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

હોય નહિં...!!!

નાયબ મુખ્યમંત્રીની રેલીમાં સમોસાની લૂંટ

લખનૌ : લોકસભાની ચુંટણી હવે તેના મધ્ય ચરણ સુધી પહોચી ગઇ છે. ત્યારે દરેક પાર્ટી પોતાને જનતા સમક્ષ સારા બતાવવાના પ્રયત્નો કરી રહી છે. યુપીનાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય પણ આ વિચાર સાથે યુપીનાં લોકો સમક્ષ પહોચ્યા હતા પરંતુ ત્યા કઇક એવુ બન્યુ છે કે જેને જોઇ તમે હેરાન થઇ જશો. કેશવ પ્રસાદ મોર્યએ મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા તે દરમિયાન ઉપસ્થિત લોકોએ સમોસા માટે અચાનક દોડધામ શરૂ કરી દીધી હતી. લોકો એકબીજાને ધક્કા મારતા સમોસાની લૂંટ મચાવવા લાગી ગયા હતા.

યુપીનાં ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્ય એક મંચ પરથી વડાપ્રધાન મોદીનાં દેશ માટેનાં ભાવિ વિચારો કેવા છે તે વિશે જણાવી રહ્યા હતા. જે દરમિયાન ઉપસ્થિત લોકોએ ભાષણથી હટી સમોસા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ હતુ. આ કાર્યક્રમમાં લોકો હળવો નાસ્તો કરી શકે તે માટે બીજેપીનાં કાર્યકર્તા સમોસા લઇને આવ્યા હતા. પરંતુ જે સમયે તે સમોસા લઇને આવી રહ્યા હતા ત્યારે લોકોએ તેમના હાથમાંથી સમોસાથી ભરેલી થાળી છીનવી લીધી અને લૂંટ મચાવી હતી. ભીડને કાબુ કરવા પોલીસને ઘણી તકલીફ પડી હતી.

(5:03 pm IST)
  • લોકતંત્ર એક ઉત્સવ છે : ફરી કાશીના લોકોના આર્શીવાદ મળ્યા : વારાણસીમાં ફોર્મ ભર્યા બાદ નરેન્દ્રભાઈનું નિવેદન : કાશીવાસીઓનો માન્યો આભાર access_time 3:04 pm IST

  • ચોકીદારને પ્રસ્તાવક બનાવીને મોદીએ ભર્યું ઉમેદવારીપત્રક : લોકસભા ચૂંટણી ૨૦૧૯ના મહાસંગ્રામમાં વારાણસી સીટ પર દેશભરની નજર અટકેલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પર નોમિનેશનના પાંચમાં દિવસે કલેકટર ઓફિસમાં ફોર્મ ભર્યું. કલેકટર રૂમમાં દાખલ થવાની સાથે જ તેઓએ દરેક પ્રસ્તાવકો સાથે મુલાકાત કરી આ દરમિયાન તેઓએ કાશીના કોતવાલ (કાળ ભૈરવ)ના પણ દર્શન કર્યા ત્યાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન એનડીએના દિગ્ગજ નેતાઓનો જાણે મેળો ભરાયો હોય તેવું દ્રશ્ય હતું. access_time 3:04 pm IST

  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાલેજમાં જુગાર રમતા 11 આરોપીની કરી ધરપકડ:રૂપિયા 60,550નો મુદ્દામાલ જપ્ત કરાયો access_time 9:09 pm IST