Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

જ્યોતિષીઓની સલાહ માનીને પીએમ મોદીએ ભર્યું ઉમેદવારી પત્રક

દિવસ - તારીખ અને યોગ નક્કી કરાયા બાદ વારાણસીના પંડિતોએ કાઢયું હતું શુભમુહૂર્ત

વારાણસી તા. ૨૬ : લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિજયી મુહૂર્તમાં વારાણસી બેઠક માટે ઉમેદવારી નોંધાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઉમેદવારી પત્ર ભરવા માટે દિવસ-તારીખ અને યોગ નક્કી કરાયા બાદ વારાણસીના પંડિતોએ શુભ મુહૂર્ત કાઢ્યું હતું. વડાપ્રધાને ૨૬જ્રાક એપ્રિલના રોજ કાર્ય સિદ્ઘિ માટે સૌથી પ્રભાવશાળી તથા શુભ અભિજિત મુહૂર્ત એટલે કે વિજયી મુહૂર્તમાં ઉમેદવારીપત્ર ભર્યું. આ અગાઉ પીએમ મોદીએ કાશીના કોટવાલ ગણાતા બાબા કાલભૈરવના દર્શન કર્યા બાદ સીધા કલેકટ્રેટ સભાગાર સ્થિત રાયસેન કલબમાં ગયાં.ઙ્ગ

સાધ્ય યોગની સાથે ભદ્રાકાળ ન હોય અને તમામ ગ્રહ-નક્ષત્ર અનુકૂળ ઙ્ગહોય એ સમય ઉમેદવારી માટે ખુબ જ શુભકારી છે. નરેન્દ્ર મોદી વારાણસીથી બીજીવાર ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં તો તેમણે નામાંકનના દિવસ અને સમયને લઈને વારાણસીના જયોતિષીઓની સલાહ માની નહતી પરંતુ આ વખતે એવું ન થયું. બનારસી પંડિતો પર ભરોસો કરીને તેમણે ૨૬ એપ્રિલનો દિવસ નક્કી કર્યો અને તેમણે બતાવેલા વિજયી મુહૂર્તમાં જ કલેકટ્રેટના રાયફલ કલબ સ્થિત નામાંકન સ્થળ પર પહોંચ્યા હતાં.ઙ્ગ

કાશી હિન્દુ વિશ્વવિદ્યાલય (બીએચયુ)ના જયોતિષ વિભાગાધ્યક્ષ પ્રોફેસર વિનયકુમાર પાંડેના જણાવ્યાં મુજબ શુક્રવારે સાધ્ય યોગ વચ્ચે અભિજીત મુહૂર્ત એટલે કે વિજયી મુહૂર્ત ૧૧.૩૬ કલાકથી લઈને બપોરે ૧૨.૨૪ વચ્ચે છે. આ મુહૂર્ત સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચેના ૧૫ મુહૂર્તોમાં આઠમા નંબરનો અને સૌથી સારું મુહૂર્ત છે. આકાશ મંડળમાં મધ્યની સ્થિતિમાં હોવાના કારણે સ્વયંસિદ્ઘ ગણાય છે. તેની વિશિષ્ટતા એ પણ છે કે કોઈ પણ વિશેષ યોગ વગર પણ આ મુહૂર્તમાં કરાયેલું કામ ફળદાયી હોય છે. સાધ્ય યોગે આ નામાંકનના દિવસને વધુ શુભકારી પણ બનાવ્યો છે.

(3:09 pm IST)