Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મોદી સાથે ચાલી રહેલા આ ઉઘાડપગા ધોતીધારીને ઓળખો છો? નાસા અને પેન્ટાગોનના સલાહકાર રહી ચુકેલા ડો. સંભાજી ભીંડે જ સાચા દેશ સેવક

માતૃભુમીની સેવા કરતા આ સજ્જન વિષે યુવાનોએ જાણવું ખુબ જરૂરી....

નવી દિલ્હી, તા., ર૬: તમે વિશ્વાસ કરી શકો (?) કે ઉઘાડા પગે કરચલીવાળા જભ્ભા-ધોતીમાં  મોદી સાથે ચાલી રહેલા આ ખેડુત  જેવા દેખાતા વ્યકિત નાસા અને પેન્ટાગોનના સલાહકાર બોર્ડમાં રહી ચુકેલા સાયન્ટીસ્ટ છે. એક વિશિષ્ટ વ્યકિતત્વ ધરાવતા આ બુઝુર્ગ દેશના સાચા સેવક અને પ્રેમી છે.  તેમનું નામ છે ડો. સંભાજી ભીંડે. એટોમીક ફીઝીકસમાં ગોલ્ડ મેડલ મેળવી ચુકેલા અને  પ્રતિષ્ઠીત ફર્ગ્યુશન કોલેજ-પૂનામાં પ્રોફેસર તરીકે રહી ચુકેલા ડો.ભીંડે ૧૦૦ થી વધુ નેશનલ-ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવી ચુકયા છે અને ૬૭ જેટલા ડોકટરલ અને પોસ્ટ ડોકટરલ  સંશોધનમાં સામેલ થઇ ચુકયા છે. તેઓ નાસા અને પેન્ટાગોન જેવી ઇન્ટરનેશનલ   સંસ્થાના સલાહકાર સભ્ય રહી ચુકયા છે. ભારતના વૈજ્ઞાનીકો પૈકી આ સિધ્ધી મેળવનારા તેઓ એક માત્ર છે.

હવે તેઓ સામાજીક સેવા કરી રહયા છે. મહારાષ્ટ્રના ૧૦ લાખ યુવાનો તેમના ફોલોઅર્સ છે. તેઓ જીવે ત્યાં સુધી દેશની સેવા કરવા માંગે છે. તેઓ માત્ર ખાદીના જ કપડા પહેરે છે અને ખુલ્લા પગે ગમે તેટલા લાંબા અંતર સુધી ચાલે છે. આ દિવસોમાં  આવા વ્યકિત મળવા ભારત માટે અહોભાગ્ય ગણી શકાય. માતૃભુમીની સેવા કરતા આ સજ્જન વિષે યુવાનોએ જાણવું ખુબ જરૂરી છે.

(3:07 pm IST)