Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મંચ પર ડિમ્પલ યાદવ માયાવતીના પગે લાગ્યા :'ફોઇ'એ આપ્યા જીતના આશિર્વાદ

રાજનીતિનો અદભુત નજારો ;અખિલેશ યાદવ પણ મંચ પર હાજર

કન્નોજ ;ઉત્તરપ્રદેશમાં સૌથી મોટા બે રાજકીય દુશ્મનો 24 વર્ષ બાદ એક મંચ પર આવ્યા છે અને બન્ને વચ્ચે સૌહાર્દ અને શાંતિની સંબંધો વિકસી રહ્યાં છે સપા અને બસપા યુપીમાં એક પછી એક રેલીઓ કરી રહ્યાં છે. બન્ને પક્ષો બીજેપીને હરાવવા માટે એક થયા છે. ત્યારે એક એવી ઘટના કેમેરામાં કેદ થઇ છે જે રાજનીતિની દ્રષ્ટિએ ઐતિહાસિક છે. સપા નેતા અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ માયાવતીના પગે લાગી છે.

  કનોજમાં એક ચૂંટણી સભા દરમિયાન અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મંચ પર આવી, ને બસપા સુપ્રીમો માયાવતીના પગે લાગી હતી. માયાવતીએ પણ ડિમ્પલ યાદવને આશિર્વાદ આપ્યા હતા. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ અને વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ દરમિયાન અખિલેશ યાદવ પણ મંચ પર હાજર  હતાં.

(4:59 pm IST)