Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ચૂંટણી આયોગે 742 કરોડ રોકડા કબ્જે કર્યા :ડ્રગ્સ મામલે ગુજરાત મોખરે, 524 કરોડનું ડ્રગ્સ પકડાયું

 

નવી દિલ્હી :આદર્શ આચાર સંહિતા લાગૂ થયા બાદ તેના ઉલ્લંઘન મામલે ઈલેક્શન કમિશન કડક કાર્યવાહી કરાઈ રહી છે ચૂંટણી આયોગે અત્યાર સુધીમાં 3,152 કરોડ રૂપિયાની સંદિગ્ધ કેશગેરકાયદે દારૂ, ડ્રગ્સ અને અન્ય સામાન જપ્ત કર્યો છે.

   ચૂંટણી આયોગ મુજબ, તેમણે આદર્શ આચાર સંહિતાનાં ઉલ્લંઘનના મામલામાં કાર્યવાહી કરી છે, જેમાં 742 કરોડ રૂપિયાની તો ફક્ત કેશ કબ્જે કરી છે, તેના સાથે આયોગ દ્વારા જપ્ત કરાયેલી વસ્તુઓમાં ડ્રગ્સની કિંમત સૌથી વધારે છે. જેનું મૂલ્ય લગભગ 1180 કરોડ રૂપિયા છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં લોકસભા ચૂંટણી સમયે ઈલેક્શન કમિશને જેટલા મૂલ્યોની સામગ્રી અને કેશ જપ્ત કરી હતી, તેનાં કરતા આંકડા ઘણા વધારે છે.  EC દ્વારા આપેલી જાણકારી મુજબ 24 એપ્રિલ સુધી કરાયેલા દરોડામાં 742.28 કરોડ રૂપિયાની કેશ, 1180.79 કરોડ રૂપિયાના ડ્રગ્સ, 238.878 કરોડ રૂપિયાનો દારૂ, 942.953 કરોડ રૂપિયાની મોંઘી ધાતુઓ અને 47.637 કરોડ રૂપિયાની અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

ઇલેક્શન કમિશન મુજબ ફક્ત ગુજરાતમાં 524 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યુ છે. અને કુલ 1180.795 કરોડ રૂપિયા સાથે તે સૌથી આગળ છે. જ્યારે તામિલનાડુમાં સૌથી ઓછી 214.95 કરોડ રૂપિયાની કેશ કબ્જે કરાઈ છે. કુલ જપ્તીને મામલે તે દક્ષિણ ભારતીય રાજ્યમાં સૌથી આગળ છે. અહીથી કુલ 935.74 કરોડ રૂપિયાની જપ્તી કરાઈ છે.

 

(8:42 am IST)