Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

રિલાયન્સ-જીયો બ્રોડબેન્ડ, લેન્ડલાઇન ફોન અને ડીટીએચ કનેકશનની સુવિધા માત્ર રૂ.૬૦૦માં આપવા તરફ

નવી દિલ્હી: અત્યારે તમને બ્રોડબેંડ, લેંડલાઇન ફોન અને ડીટીએચ કનેક્શન માટે અલગ-અલગ બિલ ચૂકવવું પડે છે. બધાનું અલગ-અલગ પેમેન્ટ કરવાનું ટેંશનવાળુ હોય છે, સાથે જ ખિસ્સામાંથી વધુ પૈસા પણ જાય છે. પરંતુ જો આ ત્રણેય સર્વિસ તમને એક જ કનેક્શનમાં મળી જાય તો સારું રહેશે. જી હાં આ કોઇ મજાક નથી પરંતુ ટૂંક સમયમાં બધી વસ્તુઓ હકીકતમાં બદલાવવાની છે. આ બધા માટે તમારે દર મહિને ફક્ત 600 રૂપિયા ચૂકવવા પડશે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઇંડસ્ટ્રીઝની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો GigaFiber કનેક્શનના અંતગર્ત 600 રૂપિયામાં આ બધી સેવાઓ લઇને આવી રહી છે. એટલું જ નહી વધારાની સુવિધાઓ સહિત 1000 રૂપિયાના હોમ નેટવર્કમાં GigaFiber કનેક્શન હેઠળ વધુમાં વધુ 40 ડિવાઇસ કનેક્ટ કરી શકો છો.

દિલ્હી-મુંબઇમાં ચાલી રહ્યું છે ટેસ્ટિંગ

જિયો દ્વારા હાલ GigaFiber નું પાયલોટ ટેસ્ટિંગ નવી દિલ્હી અને મુંબઇમાં ચાલી રહ્યું છે. યૂજર્સને એકવાર 4500 રૂપિયા જમા કરાવવા પડશે. ગ્રાહકને 100 મેગાબાઇટ પ્રતિ સેકન્ડ (mbps) પર 100 ગીગાબાઇટ (GB) ડેટા ઉપલબ્ધ હશે. કંપની સાથે જોડાયેલા એક અધિકારીએ નામ ન પ્રકાશિત કરવાની શરતે જણાવ્યું કે કનેક્શન હેઠળ આગામી ત્રણ મહિનામાં ટેલિફોન અને ટેલિવિઝન સેવાઓને ઉમેરવામાં આવશે, અને ત્રણેય સેવાઓ લગભગ એક વર્ષ સુધી મફત રહેશે. જ્યારે સેવાને વ્યવસાયિક રૂપથી રોલ આઉટ કરવામાં આવશે. સાથે જ લેંડલાઇન પર અનલિમિટેડ કોલિંગ સુવિધા રહેશે અને ટેલીવિઝન ચેનલોને ઇન્ટરનેટ (ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન) પર વિતરણ કરવામાં આવશે.

40-45 ઉપકરણ જોડવામાં આવશે

અધિકારીના જણાવ્યા અનુસાર 'આ બધી સેવાઓને એક ઓએનટી (ઓપ્ટિકલ નેટવર્ક ટર્મિનલ) બોક્સ રાઉટરના માધ્યમથી સંચાલિત કરવામાં આવશે, જે 40-45 ઉપકરણો જેમ કે મોબાઇલ ફોન, સ્માર્ટ ટીવી, લેપટોપ, ટેબલેટ અને સ્માર્ટ ઉપકરણોને કનેક્ટ કરી શકે છે. અન્ય સેવાઓમાં ગેમિંગ, ક્લોઝ-સર્કિટ ટેલીવિઝન અને સ્માર્ટ હોમ સિસ્ટમ સામેલ થઇ શકે છે.

600 ચેનલ જોઇ શકશો

ટ્રિપલ કોમ્બો પેક હેઠળ લેંડલાઇન અને 100 mbps બ્રોડબેંડની સાથે 600 ચેનલની ઓફર કરશે. તેના માટે તમારે 600 રૂપિયા દર મહિને ચૂકવવા પડશે. લાઇવમિંટના સમાચાર અનુસાર અન્ય સ્માર્ટ હોમ સેવાઓને જોડવા માટે ટેરિફનો ખર્ચ અને યોજનાઓના આધારે વધારાનો ખર્ચ થઇ શકે છે ટેરિફ પ્રતિ મહિને 1,000 રૂપિયા સુધી જઇ શકે છે. તમને જણાવી દઇએ કે Jio GigaFiber પણ CCTV ફૂટેજ અને ક્લાઉડ પર અન્ય ડેટા સંગ્રહીત કરવામાં સક્ષમ હશે.

1,600 શરોમાં શરૂ થશે આ સેવા

ગત વર્ષે જુલાઇમાં રિલાયન્સ જિયોની મૂળ કંપની રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડની અંતિમ વાર્ષિક બેઠકમાં, ભારતના સૌથી અમીર વ્યક્તિ, ચેરમેન મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી GigaFiber વૈશ્વિક સ્તર પર સૌથી મોટા ગ્રીન ફિલ્ડ ફિકસ્ડ લાઇન બ્રોડબેંડ રોલઆઉટ હશે, જેમાં આખા ભારતના 1,100 શહેરોમાં એકસાથે રજૂ કરવામાં આવશે. આ સેવ હવે 1,600 શહેરોમાં શરૂ કરવામાં આવી રહી છે. Jio GigaFiber માટે રજિસ્ટર્ડ ગત વર્ષે ઓગસ્ટમાં શરૂ કરવામાં આવશે.

(8:45 am IST)
  • પવનની પેટર્ન બદલાતા જોરદાર ગરમીનો રાઉન્ડ : બંગાળની ખાડીમાં લોપ્રેસર બનતા પવનની પેટર્ન બદલાઈ છે : આ સિસ્ટમ્સ ૪ મેના ઓડીશાના દરિયા કિનારે આવશે : જો કે આ સિસ્ટમ્સની સૌરાષ્ટ્ર - ગુજરાતમાં કોઈ અસર થશે નહિં પરંતુ પવનની પેટર્ન બદલાતા દિવસેને દિવસે ગરમીમાં વધારો થતો જશેઃ ગરમીનો પારો ૪૧થી ૪૫ ડિગ્રી આસપાસ જ જોવા મળશે access_time 4:07 pm IST

  • દિવંગત અભિનેતા વિનોદખન્નાની પત્ની કરશે ભાજપમાં બળવો : ગુરુદાસપુરથી અપક્ષ તરીકે લડશે ચૂંટણી ; કવિતાખન્નાએ ગુરુદાસપુરથી પોતાના પતિની સીટ પરથી ઉમેદવારીનો દાવો કર્યો હતો : ભાજપમાં જોડાયેલા અભિનેતા સન્ની દેઓલને ગુરુદાસપુરથી ટિકિટ ફાળવાતા કવિતા ખન્ના નારાજ access_time 1:20 am IST

  • મની લોન્ડરિંગ મામલે ઇડીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી :એડીએ આરોપમાં ઉલ્લેખ કર્યો છે કે દિલ્હી,પંચકુલા અને સિરસામાં ચાર સંપત્તિઓ વિષે 3, 68 કરોડ ની અસ્થાયી સંપત્તિ અને ચૌટાલા અને તેના પરિવાર જનોના બેન્ક ખાતામાં ગેરકાયદે રોકડ જમા કરીને આવકથી વધુ સંપત્તિને કાયદેસર બનાવી access_time 1:05 am IST