Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

સંઘર્ષના દિવસોમાં મારી પાસે બેન્ક એકાઉન્ટ ખોલવા માટે જરૂરી પૈસા ન હતાઃ અમેરિકાના અબજોપતિ બિઝનેશમેન માર્ક ક્યૂબન

નવી દિલ્હી: અમેરિકાના અબજોપતિ બિઝનેસમેન અને રોકાણકાર માર્ક ક્યૂબનની સંપત્તિ 4 અબજ અમેરિકી ડોલર અથવા 280 અબજ રૂપિયાથી વધુ છે, પરંતુ એક સમય એવો હતો કે જ્યારે તેમની પાસે બેંક એકાઉન્ટ ખોલવા માટે પૈસા ન હતા. તેમણે અમેરિકી ટીવી ચેનલ એબીસી પર આવનાર રિયલ્ટી સિરીઝ શાર્ક ટેંકની નવી સિઝનના પ્રમોશન દરમિયાન આપેલા એક ઇન્ટરવ્યૂંમાં આ વાત કહી. માર્ક ક્યૂબન અમેરિકામાં બેકિંગ, ટીવી અને સ્પોર્ટ્સ બિઝનેસના ચર્ચિત વ્યક્તિ છે. માર્કે જણાવ્યું છે કે તે આજેપણ પોતાના મહેનતું જીવન સાથે જોડાયેલ છે.

તેમણે જણાવ્યું કે 'સંઘર્ષના દિવસોમાં મારી પાસે બેંક એકાઉન્ટ ખોલવા માટે જરૂરી પૈસા પણ ન હતા. તેમણે માતા-પિતા પણ વર્કિંગ ક્લાસ હતા. એવામાં માર્કે બાળપણમાં જ બાસ્કેટ બોલની ટિકીટ વેચવાથી માંડીને સ્ટેમ્પ વેચવા સુધી, બધા કામ કર્યા. થોડા મોટા થયા બાદ તેમણે એક ફર્મમાં નોકરી કરી, જ્યાં તે જમીન પર કાર્પેટ પાથરવાનું કામ કરતા હતા.

પોતાને સફળતા વિશે માર્કે જણાવ્યું કે 'જ્યારે સ્કૂલનો અભ્યાસ કર્યા બાદ મને પહેલીવાર આવી નોકરી મળી, જ્યાં ટેક્નોલોજીનો ઉપયોગ કરતો હતો, તો મને કામ ખૂબ પસંદ પડ્યું. હું બ્રેક લીધા વિના 8-7 કલાક સુધી કામ કરતો હતો. આમ એટલા માટે થઇ શકતું હતું કારણ કે મને આ કામ ખૂબ પસંદ હતું હું તેના પર એક પ્રકારે એકાગ્ર થઇ જતો હતો. 8 કલાક કામ કર્યા બાદ પણ મને લાગતું હતું કે જેમ કે 10 મિનિટ જ થઇ છે. થોડા દિવસો બાદ માર્કે પોતાની બચતના પૈસાથી માઇક્રો સોલ્યુશન્સ નામથી એક સફળ કોમ્યુટર સ્ટાર્ટઅપ શરૂ કર્યું. આ સ્ટાર્ટઅપને 1990માં કોમ્યૂસર્વ નામની કંપનીએ 6 મિલિયન ડોલરમાં ખરીદ્યું.

દુનિયા ફરવા નિકળી પડ્યા

પોતાના પહેલાં સ્ટાર્ટઅપની સફળતા બાદ માર્કે એકરીતે રિટાયરમેંટ લઇ લીધી અને આગામી પાંચ વર્ષ સુધી દુનિયા ફરવા માટે નિકળી પડ્યા. આ સિલસિલો તે સમયે બંધ થયો જ્યારે તેમણે બ્રોડકાસ્ટ ડોટ કોમની સ્થાપના કરી. આ એક ઇન્ટરનેટ કંપની હતી, ત્યારબાદ યાહૂએ ખરીદી લીધી. આ ડીલથી માર્કને ખૂબ ફાયદો થયો અને પછી તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

હાલમાં માર્ક અમેરિકાના નેશનલ બાસ્કેટબોલ એસોશિએશનની ટીમ ડલાસ માવેરિક્સના માલિક છે, 2929 એંટરટેનમેંટના કો-ઓનર છે અને એસએક્સએસ ટીવીના ચેરમેન છે. તે એબીસીના રિયલ્ટી શો શાર્ક ટેંકના મુખ્ય રોકાણકારોમાંથી એક છે. તેમણે 'હાઉ ટૂ વિન એટ ધ સ્પોર્ટ્સ ઓફ બિઝનેસ' નામનું પુસ્તક લખ્યું છે.

(12:00 am IST)
  • નિરવ - મેહુલના વાહનોની હરરાજી : ૩.૨૯ કરોડ મળ્યા : નીરવ મોદીના ૧૦ અને મેહુલ ચોકસીના ૨ વાહનોની સફળ હરરાજી : પીએમએલએ કોર્ટના આદેશનો સફળ અમલ : ઈ-હરરાજીમાં ૩.૨૯ કરોડ ઉપજ્યા. access_time 3:32 pm IST

  • ભરૂચ:ઝઘડિયામાં વર્ષ 2016માં 11 વર્ષીય દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મનો મામલો: ભરૂચ પોકસો કોર્ટે આરોપીને મૃત્યુ પર્યંત આજીવન કેદની સજા ફટકારી:દિવ્યાંગ કિશોરીની એકલતાનો લાભ લઇ આરોપીએ આચર્યું હતું દુષ્કૃત્ય access_time 9:07 pm IST

  • પવનની પેટર્ન બદલાતા જોરદાર ગરમીનો રાઉન્ડ : બંગાળની ખાડીમાં લોપ્રેસર બનતા પવનની પેટર્ન બદલાઈ છે : આ સિસ્ટમ્સ ૪ મેના ઓડીશાના દરિયા કિનારે આવશે : જો કે આ સિસ્ટમ્સની સૌરાષ્ટ્ર - ગુજરાતમાં કોઈ અસર થશે નહિં પરંતુ પવનની પેટર્ન બદલાતા દિવસેને દિવસે ગરમીમાં વધારો થતો જશેઃ ગરમીનો પારો ૪૧થી ૪૫ ડિગ્રી આસપાસ જ જોવા મળશે access_time 4:07 pm IST