Gujarati News

Gujarati News

News of Thursday, 26th April 2018

ઉતરાખંડ હાઇકોર્ટના મુખ્‍ય ન્‍યાયાધીશ કે.એમ.જોસેફના નામને મંજુરી ન આપવાના પ્રશ્‍ને કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન ઉપર બદલાની રાજનીતી કરવાનો આરોપ

નવી દિલ્હીઃ સરકારે ગુરૂવારે સુપ્રીમ કોર્ટી કોલેજિયમ (ન્યાયાધીશોની સમિતિ)ને કહ્યું કે, ન્યાયમૂર્તિ કે એમ જોસેફને સુપ્રીમ કોર્ટમાં પદ આપવાની પોતાની ભલામણ પર પુનઃ વિચાર કરે. સૂત્રોએ ગુરૂવારે આ જાણકારી આપી. આ ઘટનાક્રમ વરિષ્ઠ વકીલ ઈન્દુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ નિયુક્ત કરવાની કોલેજિયમની ભલામણ સ્વીકારવા અને ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે એમ જોસેફના મામલામાં નિર્ણય સ્થગિત રાખવાની કાર્યવાહી બાદનો છે. 

ન્યાયમૂર્તિ જોસેફના નામને મંજૂરી ન આપવાના સરકારના નિર્ણય પર તીર્વ પ્રતિક્રિયા થઈ છે અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષે તેને પરેશાની ગણાવ્યો છે. સુપ્રીમની કોલેજિયમે 10 જાન્યુઆરીએ ન્યાયમૂર્તિ જોસેફ અને સુશ્રી ઈન્દુ મલ્હોત્રાને શીર્ષ કોર્ટમાં ન્યાયાધીશ નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. 

બીજીતરફ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના રૂપમાં ઉત્તરાખંડ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કે.એમ.જોસેફના નામને મંજૂરી ન આપવાને લઈને કોંગ્રેસે ગુરૂવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બદલાની રાજનીતિની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો. પાર્ટીએ સવાલ કર્યો કે શું બે વર્ષ પહેલા ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની વિરોધમાં નિર્ણય આપવાને કારણે ન્યાયમૂર્તિ જોસેફને પ્રમોશન ન આપવામાં આવ્યું? કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું છે. ન્યાયપાલિકાને લઈને વડાપ્રધાન મોદીની બદલાની રાજનીતિ અને સુપ્રીમ કોર્ટનો ષડયંત્રથી ગળું દાબવાનો પ્રયાસ ફરી ઉજાગર થઈ ગયો છે. 

(6:45 pm IST)