Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

ભાજપના નેતાઓ અને મંત્રીઓ વારંવાર મારી માતા , ભાઈ અને પરિવારનું અપમાન કરે છે : તેની સામે કોઈ કાર્યવાહી નહીં ? દિલ્હીમાં રાજઘાટ ખાતે પ્રિયંકા ગાંધીના સરકાર ઉપર પ્રહારો

નવી દિલ્હી તા.૨૬
 ભાજપના નેતાઓ અને મંત્રીઓ વારંવાર મારી માતા , ભાઈ અને પરિવારનું અપમાન કરે છે.તેની સામે કોઈ કાર્યવાહી નહીં ? તેમ કહીને દિલ્હીમાં રાજઘાટ ખાતે પ્રિયંકા ગાંધીએ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.
          પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે મારા મનમાં જૂની વાત યાદ આવી છે આ વાત 32 વર્ષ જૂની છે આ વાત મેં 1951ની છે મારા પિતાની અંતિમયાત્રા ત્રણ મૂર્તિ ભવનથી નીકળી રહી હતી. હું મારી માતા અને ભાઈ સાથે ગાડીમાં હતા સામે ભારતીય સેનાના વાહનમાં ફૂલોથી શણગારે કરેલ વાહનમાં મારા પિતાજીનો મૃતદેહ હતો થોડીવાર અમે ગાડીમાં બેઠા પછી રાહુલ ગાંધીએ જીદ કરીને નીચે ઉતરી અંતિમયાત્રાના વાહન સાથે ચાલવા લાગ્યા હતા અને રાજધાટ સુધી તેઓ ચાલીને પહોંચ્યા હતા. મારા પિતા ની અંતિમ વિધિ પુરા માન સન્માન સાથે કરવામાં આવી હતી.
       પરંતુ હવે ભરી સંસદમાં મારા શહીદ પિતા મારા માતા તથા મારા ભાઈનું અપમાન કરવામાં આવે છે પરિવાર સામે આક્ષેપો કરવામાં આવે છે શું તેઓની સામે કોઈ કાર્યવાહી ન થઈ શકે ? તેવા પ્રશ્નો પ્રિયંકા ગાંધીએ કર્યા હતા.

 

(5:50 pm IST)