Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

આ દેશની લોકશાહી મારા પરિવારના લોહીથી સિંચાઈ છે. જેઓ માને છે કે અમને અપમાનિત કરીને, એજન્સીઓ દ્વારા દરોડા પાડીને અમને ડરાવી દેશે, તેઓ આ ખોટું માને છે. અમે ડરવાવાળા નથી: પ્રિયંકા ગાંધી

લોકસભા સાંસદ તરીકે રાહુલ ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા બાદ દિલ્હીના રાજઘાટ ખાતે આજે કોંગ્રેસના એક દિવસીય સત્યાગ્રહ સંદર્ભે યોજાયેલ સંકલ્પ રેલીને સંબોધતા, કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ  ભાજપ પર 'પરિવારવાદ' માટેના ઉચ્ચારણો માટે આકરા પ્રહારો કર્યા હતા.

પ્રિયંકાએ કહ્યું કે, ભાજપે મારા પરિવારનું ઘણી વખત અપમાન કર્યું, પરંતુ રાહુલ ગાંધીએ સંસદમાં વડાપ્રધાનને ગળે લગાવ્યાઃ  આ દેશની લોકશાહી મારા પરિવારના લોહીથી સિંચાઈ છે. જેઓ માને છે કે અમને અપમાનિત કરીને, એજન્સીઓ દ્વારા દરોડા પાડીને અમને ડરાવી દેશે, તેઓ આ ખોટું માને છે. અમે ડરવાવાળા નથી.

(2:27 pm IST)