Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

ભારતીય ટીમનો ઓપનર શિખર ધવન આઇપીએલની ૧૬ મી સિઝનથી ફરી ક્રિકેટીંગ એકશનમાં જોવા મળશેઃ પંજાબ કિંગન઼ુ સુકાન સંભાળશે

વર્ષ 2022ના ડિસેમ્બરમાં છેલ્લી મેચ રમ્યા બાદ તે હાલમાં ભારત માટે એક પણ મેચ રમ્યો

મુંબઇઃ ભારતીય ક્રિકેટ ટીમનો આક્રમક ઓપનર શિખર ધવન છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમથી બહાર છે પણ 31 માર્ચથી શરુ થઈ રહેલી આઈપીએલની 16મી સિઝનથી તે ફરી ક્રિકેટિંગ એકશનમાં જોવા મળશે. આ વખતે તે પંજાબ કિંગ્સનું સુકાન સંભાળી રહ્યો છે. તે પંજાબ કિંગ્સને પ્રથમવાર ચેમ્પિયન બનાવવા માટે મેદાન પર ઉતરશે.

આ પહેલા તેના કેટલાક નિવેદનોની આજે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ રહી છે.

એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટવ્યૂમાં તેણે પોતાના લગ્ન જીવન, રાજનિતિમાં એન્ટ્રીની સંભાવના અને ભારતીય ક્રિકેટરો વિશેના અનેક સવાલોના જવાબ આપ્યા હતા. તેણે જણાવ્યું હતું કે, 37 વર્ષના શિખર ધવને જણાવ્યું હતું કે, મેં મારા જીવનમાં 3-4 ટીમોને લીડ કરી છે. દરેક પ્લેયરના જીવનમાં ઉતાર-ચઢાવ આવતા રહે છે. હાલમાં મારી જગ્યાએ વનડે ફોર્મેટમાં શુભમન ગિલને લેવામાં આવ્યો, જે સારી બાબત છે, તે એક સારો ખેલાડી છે. હું સિલેકટર હોત, તો હું પણ તેને જ પસંદ કરતો.

વર્ષ 2022ના ડિસેમ્બરમાં છેલ્લી મેચ રમ્યા બાદ તે હાલમાં ભારત માટે એક પણ મેચ રમ્યો નથી. વાપસીના સવાલ પણ તેણે જણાવ્યું હતું કે, હું તક માટે તૈયાર છું. ખેલાડીઓ માટે હંમેશા તક તો હોઈ છે, ક્યારેક પણ ચમત્કાર થઈ શકે છે. હું મહેનત કરતો રહીશ. આવા અનેક સવાલનો તેણે નીચે મુજબના રસપ્રદ જવાબો આપ્યા હતા.

શિખર ધવને જણાવ્યું હતું કે અનુભવના અભાવને કારણે મારુ લગ્ન જીવન નિષ્ફળ ગયું. હું આજની યુવા પેઢીને જણાવવા માગું છું કે લગ્ન કરતા પહેલા 2-3 વર્ષ એકબીજાને ઓળખો અને પછી જ લગ્ન કરજો. હાલમાં મારો ડિવોર્સ ચાલે છે, આજે મારી પાસે અનુભવ છે તો ભવિષ્યમાં હું વધારે સારુ લગ્ન જીવન જીવી શકીશ. મારા પ્રથમ લગ્ન બાઉન્સર હતો, જેણે મને ચારોખાને ચીત કરી દીધો, બીજો બોલ હું હેલમેટ પહેરીને રમીશ.

તેણે જણાવ્યું હતું કે, આ નામ રણજી ટ્રોફી રમતી વખતે પડયુ હતું. સામેવાળી ટીમની પાર્ટનરશિપ સારી થતી હોય છે, ત્યારે પોતાની ટીમનો ઉત્સાહ વધારવા જોરજોરથી રમૂજી વાતો કરતો હતો. ત્યારથી તેના કોચ વિજયે તેનું નામ ગબ્બર પાડી દીધું અને હમણા સુધી તેને લોકો આ જ નામથી ઓળખે છે.

શિખર ધવને જણાવ્યું હતું કે, ઘરમાં લોકો સાથે રહે તો વાસણ ખખડે જ છે. 40 લોકોના સ્ટાફમાં આવી બધી વાતો નોર્મલ છે. પણ જ્યારે ટીમ જીતે છે, ત્યારે આખી ટીમ એક થઈ જાય છે. ક્રિકેટર્સ વચ્ચે આવા ઈગો ક્લેસ રહે જ છે.

શિખર ધવને જણાવ્યું હતું કે, તે ભગવાનનો આભાર માને છે કે ઋષભ પંત હાલ સારવાર હેઠળ છે. મારી વાત તેની સાથે થતી રહે છે. મેં તેની ડ્રાઈવિંગ જોઈ હતી. 24 વર્ષની ઉંમરમાં આવો જોશ હોય છે પણ કાર ચલાવવામાં ધ્યાન રાખવું જોઈએ એવી સલાહ મેં તેને પહેલા જ આપી હતી.

14-15 વર્ષની ઉંમરમાં શરીરમાં મનાલી જઈને ટેટૂ બનાવ્યા હતા. પિતાને ખબર પડતા જ શિખરને બરાબર માર્યો હતો. તેના શરીર પર ભગવાન શિવ, બાબા દિપદેવસિંહ, અર્જુનના ટેટૂ પણ છે. તેની મૂંચ અને થાઈફાઈ સેલિબ્રેશનને લોકોએ ખુબ પસંદ કર્યું છે. તેનો ઉલ્લેખ તેણે આ ઈન્ટવ્યૂમાં કર્યો હતો.

સવાલના જવાબમાં શિખર ધવને જણાવ્યું હતું કે, દરેક ક્રિકેટર્સ પોતાની જીવનની પરિસ્થિતિ પ્રમાણે વર્તન કરતા હોય છે. તેનો અર્થ એ નથી કે તેઓ પત્રકારોને ના પસંદ કરે છે.

સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે, એકવાર તેની પણ ટ્રોલિંગ કરી હતી. કેરળમાં એક બાળકીને શ્વાનના કડવા પર રેબિસનો રોગ થતા, ઘણા શ્વાનને મારી નાંખવામાં આવ્યા હતા. તેના વિરોધમાં હું બોલ્યો હતો અને મને ટ્રોલ કરવામાં આવ્યો હતો. જે મને લાગે છે તેને બોલવામાં હું અટકાતો નથી અને ડરતો પણ નથી. ફેમસ લોકોની ટ્રોલિંગ થતી રહે છે.

(12:08 am IST)