Gujarati News

Gujarati News

News of Friday, 26th March 2021

હોળીને વધાવતાં સેન્સેક્સમાં ૫૬૮ પોઈન્ટનો ઊછાળો

સેન્સેક્સના તમામ શેરના ભાવ ઊંચકાયા : ૫૦ શેર ઇન્ડેક્સ નિફ્ટીમાં પણ ૧૮૨ પોઈન્ટનો વધારો, બજાજ ફાઇનાન્સમાં સૌથી વધુ ૪.૩૮ ટકાનો ઉછાળો

મુંબઈ, તા. ૨૬ : હોળી પહેલા સ્થાનિક શેરબજારોમાં ટ્રેડિંગ સપ્તાહના છેલ્લા સત્રમાં સારી ખરીદી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ ૫૬૮.૩૮ અંક અથવા ૧.૧૭ ટકાના વધારા સાથે ૪૯,૦૦૮.૫૦ પોઇન્ટના સ્તર પર બંધ રહ્યો છે. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૧૮૨.૪૦ પોઇન્ટ અથવા ૧.૨૭ ટકા વધીને ૧૪,૫૦૭.૩૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. બધા ક્ષેત્રીય સૂચકાંકો લીલાનિશાન પર બંધ થયા છે. નિફ્ટી મેટલ ઈન્ડેક્સમાં ૬.૬ ટકાનો વધારો જોવાયો છે. નિફ્ટીમાં ટાટા સ્ટીલ, બજાજ ફિનસર્વ, એશિયન પેઇન્ટ્સ, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ અને ટાટા મોટર્સમાં સૌથી વધુ તેજી નોંધાઈ છે. જોકે, યુપીએલ, આઈશર મોટર્સ, પાવરગ્રિડ કોર્પ, ઈન્ડસઇન્ડ બેક્ન અને આઇટીસીના શેર લાલ નિશાન પર બંધ થયા છે.

સેન્સેક્સ પર બજાજ ફાઇનાન્સના શેર ૪.૩૮ ટકાના વધારા સાથે બંધ થયા છે. એશિયન પેઇન્ટના શેરમાં ૪.૨૮ ટકા, ટાઇટનના શેરમાં ૪.૬૬ ટકા, હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના શેરમાં ૪.૪૫ ટકા, બજાજ ઓટોના શેરમાં ૨.૮૨ ટકા, ભારતી એરટેલના શેરમાં ૨.૧૦ ટકા અને એચડીએફસીના શેરમાં ૨.૪૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

એ જ રીતે નેસ્લે ઇન્ડિયા, ટેક મહિન્દ્રા, લાર્સન અને ટુબ્રો, એચડીએફસી બેંક, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેંક, ડો.રેડ્ડીઝ, એક્સિસ બેંક, ઓએનજીસી, ઇન્ફોસીસ, એચસીએલ ટેક, રિલાયન્સ અને ટીસીએસના શેર ગ્રીન માર્ક પર બંધ થયા છે.

બીજી તરફ, પાવરગ્રીડના શેરમાં ૦.૯૭ ટકાનો ઘટાડો રહ્યો છે. ઈન્ડસઇન્ડ બેંક, આઈટીસી અને મારુતિના શેર પણ લાલ નિશાન પર બંધ થયા છે.

(7:54 pm IST)