Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કોરોનાને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થાને ફટકો:મહામારીનો સામનો કરવા G-20 દેશો આપશે 5 ટ્રિલિયન યૂએસ ડોલર

ઉદ્યોગ-ધંધા પર મોટી બ્રેક વાગી: વૈશ્વિક જીડીપીમાં પણ ઘટાડો થવાની શકયતા: પીએમ મોદીએ આર્થિક કઠીનાઇઓને ઓછી કરવાની યોજના માટે આગ્રહ કર્યો.

 

નવી દિલ્હી: કોરોના વાયરસાના કારણે વિશ્વની અર્થવ્યવસ્થાને ફટકો પડ્યો છે ઘણા દેશ કોરોના વાયરસની ઝપટમાં આવ્યા છે ત્યારે બીજી તરફ G-20 દેશોએ મહામારીનો સામનો કરવા માટે ગ્લોબલ ઇકોનોમીમાં 5 ટ્રિલિયન યૂએસ ડોલર આપવાની જાહેરાત કરી છે.

 કોરોના વાયરસના લીધે આખા વિશ્વને આર્થિક કિંમત ચૂકવવી પડે છે.ઉદ્યોગ-ધંધા પર મોટી બ્રેક વાગી ગઇ છે. તેને જોતાં વૈશ્વિક જીડીપીમાં પણ ઘટાડો જોવા મળવાની સંભાવના છે. જોકે હવે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે G-20 દેશ આગળ આવ્યા છે અને કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે ગ્લોબલ ઇકોનોમીમાં 5 ટ્રિલિયન યૂએસ ડોલર આપવાની જાહેરાત કરી છે

સૂત્રોના જણાવ્યા અનુસાર G-20 સંમેલનમાં વડાપ્રધાન  મોદીએ G-20માં સામેલ દેશોને કહ્યું કે કોવિડ-19 સંકટના 3 મહિના બાદ અમે પણ સંકટનો સામનો કરવા માટે એક સમન્વિત દ્વષ્ટિકોણ શોધી રહ્યા છીએ. સાથે પીએમ મોદીએ કહ્યું કે દુનિયા આપણી એક્શનને જોઇ રહી છે

વડાપ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ G-20 દેશો પાસે માનવ જીવન પર ધ્યાન કેંદ્વીત કરવાની યોજના સાથે આવવાનો આગ્રહ કર્યો. તેમણે સમાજના આર્થિક રૂપથી નબળા લોકો માટે મુશ્કેલીઓ ઓછી કરવા, ડબ્લ્યૂએચઓને મજબૂત કરવા અને અને આર્થિક કઠીનાઇઓને ઓછી કરવાની યોજના માટે આગ્રહ કર્યો

G-20 સંમેલન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે આર્થિક અને આર્થિક મુદ્દાઓને દૂર કરવા માટે એક મંચ બની ગયું છે. પીએમ મોદીએ કહ્યું કે ઘણા સ્તરો પર વૈશ્વિકરણે આપણને નિષ્ફળ કરી દીધા છે, ભલે તે આતંકવાદ હોય કે પછી જળવાયું પરિવર્તનનો મુકાબલો કરવાનો હોય

 

(12:57 am IST)
  • જાહેરનામાના ભંગના 147 કેસો દાખલ : કોરોના અંગે જાહેરનામાના ભંગ માટે રાત્રે 8 સુધીમાં 147 કેસો નોંધાયા છે access_time 10:55 pm IST

  • અમિતાભનું ટ્વીટ સૌને ચોંકાવે છે : અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને નરેન્દ્રભાઈ મોદીને જણાવ્યું છે કે કોરોના માખીથી પણ ફેલાઈ શકે છે access_time 10:20 pm IST

  • કોરોના વાયરસના દર્દીઓને સારવાર આપતા ડોકટરો સફેદ કપડામાં ભગવાનનો અવતાર છેઃ તેમને હેરાનગતિ પહોંચાડવી શરમજનક : નરેન્દ્રભાઈ access_time 11:58 am IST