Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કોરોના વાયરસ મામલે ચીન સામે પગલાં કેમ નહીં ; તરફેણ કેમ ? ટ્રમ્પએ WHO સામે નિશાન સાધ્યું

ચીનમાં કેસો વધવા લાગ્યા છતાં WHO એ કોઈ કાર્યવાહી કરી નહીં

નવી દિલ્હી : કોરોના મહામારીએ વિશ્વભરમાં 21 હજારથી વધુ લોકોને ભરખી ગઈ છે અત્યાર સુધીમાં વિશ્વના 196 દેશો આ વિનાશથી પ્રભાવિત થયા છે અને લગભગ ચાર લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને નિશાન બનાવ્યું છે. ટ્રમ્પે કહ્યું હતું કે કોરોના વાયરસ સંકટને લઈને ડબ્લ્યુએચઓએ ચીનની ઘણી તરફદારી કરી છે  યુએસ રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે વિશ્વભરના ઘણા લોકો ડબ્લ્યુએચઓનાં વલણથી નાખુશ છે અને લાગે છે કે 'તે ખૂબ જ ખોટું થયું છે

  ટ્ર્મપે આ જવાબ ડબલ્યુએચઓ દ્વારા ચીનનું સમર્થન કરવા અંગે પૂછવામાં આવતા એક પ્રશ્નના કહ્યું હતું  ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડબ્લ્યુએચઓનાં ડિરેક્ટર ટેડ્રોસ અધનોમ ચીન મામલે વિશ્વભરનાં ઘણા લોકોને નિશાન પર આવી રહ્યાં છે

   નવેમ્બરમાં ચીનના વુહાનમાં કોરોના વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ વુહાનની હોસ્પિટલના ડો, લી વેનલીંગે પ્રથમ વખત વહીવટને વાયરસના ભય વિશે ચેતવણી આપી હતી, પરંતુ ડો,. લી વેનલીંગને વહીવટ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. માર્ચની શરૂઆતમાં, લી વેનલીંગનું પણ મોત નીપજ્યું હતું, જ્યારે ચીને એવો દાવો કર્યો હતો કે ડોક્ટર લીનું મૃત્યુ કોરોના વાયરસથી થયું છે. જો કે, તેમના મૃત્યુ વિશે પણ વિવિધ દાવા કરવામાં આવ્યા હતા

   જાન્યુઆરીમાં, વુહાન શહેરમાં કોરોનાના કિસ્સા ઝડપથી વધવા લાગ્યા. તે પછી પણ, ચીને આરોગ્ય કટોકટી લાદવાની ના પાડી હતી. ચીનમાં કોરોનાના વિનાશને જોતા ઘણા દેશોએ વુહાનની ફ્લાઇટ્સ બંધ કરી દીધી હતી. આ પછી પણ, ચીને કોઈ પણ પ્રકારનું લોકડાઉન કર્યું નથી. 23 જાન્યુઆરીએ, ચીને વુહાનને તાળાબંધી કરી દીધા, ત્યારબાદ કોરોના વાયરસથી સંક્રમિત 5 મિલિયન લોકો વુહાનથી જુદા જુદા દેશોમાં ગયા હતા.

ચીનમાં કોરોના વાયરસના વધતા જતા કેસો છતાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ફેબ્રુઆરી પસાર થઈ ગઈ પણ ડબ્લ્યુએચઓએ ચીનને રોગચાળો ન માન્યો. માર્ચમાં ડબ્લ્યુએચઓએ કોરોનાને રોગચાળો જાહેર કર્યો. સવાલ એ છે કે, આ સમય દરમિયાન, જ્યારે કોરોના ચીન અને અન્ય દેશોમાં ઝડપથી ફેલાઈ રહી હતી, ત્યારે ડબ્લ્યુએચઓએ ચીન વિરુદ્ધ કોઈ પગલા કેમ લીધા નહીં. જો ડબ્લ્યુએચઓએ સમયસર કોરોના વાયરસને રોગચાળો જાહેર કર્યો હોત અને ચીન પર કાર્યવાહી કરી હોત, તો કોરોના વિશ્વના ઘણા દેશોમાં પગ ફેલાવી શક્યો નહોત.

(11:48 pm IST)