Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાજકોટ કલેક્ટરની પ્રશંશનીય કામગીરી : મોડી રાત્રે પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટેરોના ખટારા અને ટ્રાવેલ્સની બસોમાં માલીયાસણ પાસે એકઠ્ઠા થયેલ આશરે 400 થી 500 પરપ્રાંતીય મજૂરોને રવાના કર્યા તેમના ગામ જવા : આ પરપ્રાંતીય મજૂરો ગભરાહટમાં ચાલીને નિકળી પડ્યા હતા પોતાના વતન જવા : રાજકોટ ટ્રાન્સપોર્ટ એશો. એ આ લોકોના ભોજનની તાબળતોબ વ્યવસ્થા કરી

રાજકોટ : ગઇકાલ રાતથી રાજ્યના વિવિધ શહેરોમાથી હાજજરો પરપ્રાંતીય મજૂરો, 21 દિવસના લોકડાઉનના લીધે બેકાર થઈ જતાં અને ક્યાય આશરો ન મળતા અને કોઈ વાહન પણ ન મળતા, ચાલીને પગપાડા પોતાના વતન જવા રસ્તા પર ઠેકઠેકાણે હાઇવે પર નિકળી પળ્યા હતા.

દરમ્યાન આજે સવારથી આવાજ એક પરપ્રાંતીય મજૂરોના જથ્થાને રાજકોટના માલીયાસણ પાસે રોકી દેવામાં આવ્યા હતા. તંત્રની ખૂબ સમજાવટ છતાં આ ડરી ગયેલા લોકો એકજ વાત પર અડી ગયા હતા કે કોઈપણ ભોગે તેઓને તેમના વતન પહોચવું છે. આ દરમ્યાન રાજકોટ ટ્રાન્સપોર્ટ એશો. ના હોદેદારોએ આ નિસહાય લોકોને નાસ્તાની અને જમવાની તાબળતોબ વ્યવસ્થા કરી હતી અને લોકોની સરાહના મેળવી હતી.

મોડી રાત્રે રાજકોટ કલેક્ટર શ્રી રેમયા મોહને આ લોકોને સહી સલામત તેમના ગામ પહોચાડવા ખાનગી ટ્રાન્સપોર્ટેરોના ખટારા અને ટ્રાવેલ્સની બસોની વ્યવસ્થા કરી હતી અને રાત્રે 10-45 વાગ્યે આ 400 થી 500 પરપ્રાંતીય મજૂરોને રાજકોટથી રવાના કર્યા હતા. કલેક્ટરની આવી સારી કામગીરીની ખૂબ પ્રશંશા થઈ રહી છે.

(11:16 pm IST)