Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

લંડનમાં ત્રણ દિવસમાં ICU બેડની અછત સર્જાશે : બ્રિટનમાં આગામી અઠવાડીયામાં બેડ ઓછા પડશે

કેંબ્રિજ યૂનિવર્સિટીની સ્ટડી અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો

લંડન: કોરોના વાયરસએ આખી દુનિયામાં હડકંપ મચી ગયો છે. દુનિયાભરમાં આ મહામારીના લીધે હજારો લોકોના મોત થયા છે અને લાખો લોકો આ વાયરસથી પીડિત છે અને પોતાની સારવાર કરી રહ્યા છે.કોરોના મહામારીના દૌરમાં બ્રિટન માટે આ એકદમ નિરાશાજનક સમાચાર છે. 

એવામાં લંડનમાં મેડિકલ સુવિધાઓ સાથે જોડાયેલો એક ચોંકવાનારો ખુલાસો સામે આવ્યો છે. કેંબ્રિજ યૂનિવર્સિટીની સ્ટડીના હવાલેથી વિદેશી મીડિયામાં સતત એ વાત સામે આવી રહી છે કે આગામી 3 દિવસોમાં અહીંની હોસ્પિટલ્સમાં ICU બેડની ઉણપ થવાની છે. આ ઉપરાંત આખા બ્રિટનમાં થોડા અઠવાડિયામાં ICU બેડ ઓછા પડવા લાગશે. 

તો રોયટર્સના અનુસાર જૂનિયર હેલ્થ મિનિસ્ટર એડવર્ડ આરગરએ ગુરૂવારે કહ્યું કે બ્રિટનની પાસે હાલમાં 8 હજાર વેન્ટિલેટર છે અને 8 હજાર વેન્ટિલેટર ઓર્ડર કરવામાં આવ્યા છે. ઓર્ડર કરવામાં આવેલા વેન્ટિલેટર આગામી અઠવાડિયામાં આવી જશે.

(10:07 pm IST)
  • મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે પ્રથમ મોત:મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે એક મહિલાનું મોત નિપજ્યું: જમ્મૂ કશ્મીરમાં કોરોનાના 4 પોઝિટીવ કેસ જોવા મળ્યા હતા access_time 12:26 am IST

  • ઈન્દોરમાં નવા ૫ કેસો સાથે મધ્યપ્રદેશમાં ૨૦ કોરોના પોઝીટીવ access_time 7:39 pm IST

  • મહારાષ્ટ્રમાં વધુ બે કોરોના પોઝિટિવ : મુંબઈ અને થાણેમાં કોરોનાના એક-એક કેસ : મહારાષ્ટ્રમાં કુલ 125 કેસ નોંધાયા access_time 10:31 am IST