Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સેંસેક્સમાં રેકોર્ડ ઉછાળા...

૨૦૧૯માં જ ૨૧૬૩ પોઇન્ટનો ઉછાળો નોંધાયો

મુંબઈ,તા.૨૬ : શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે જોરદાર તેજીનો માહોલ રહ્યો હતો. કારોબારના અંતે સેંસેક્સ ૧૪૧૧ પોઇન્ટ ઉછળીને ૨૯૯૪૭ની ઉંચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટીમાં ૩૨૪ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૮૬૪૧ રહી હતી. સેંસેક્સમાં ટકાની આસપાસ અને નિફ્ટીમાં ચાર ટકાની આસપાસનો ઉછાળો રહ્યો હતો. વ્યક્તિગત શેરોની વાત કરવામાં આવે તો ઇન્ડસઇન્ડ બેંકના શેરમાં ૪૫ ટકાનો જોરદાર ઉછાળો રહ્યો હતો. બીએસઈમાં તેના શેરની કિંમત ૪૩૭ સુધી પહોંચી હતી. હજુ સુધી એક દિવસમાં સૌથી મોટો ઉછાળો ઇન્ડસઇન્ડ બેંકમાં રહ્યો છે. સેંસેક્સમાં રેકોર્ડ ઉછાળનો દોર અનેક વખત રહ્યો છે. શેરબજારમાં તીવ્ર ઉછાળા નીચે મુજબ છે.

*          ૨૦મી સપ્ટેમ્બર ૨૦૧૯ના દિવસે સેંસેક્સમાં ૨૧૬૩ પોઇન્ટનો ઉછાળો

*          ૧૮મી મે ૨૦૦૯ના દિવસે સેંસેક્સમાં ૨૧૧૧ પોઇન્ટનો ઉછાળો

*          ૨૫મી માર્ચ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૧૮૬૨ પોઇન્ટનો ઉછાળો

*          ૨૦મી મે ૨૦૧૯ના દિવસે સેંસેક્સમાં ૧૪૨૨ પોઇન્ટનો મોટો ઉછાળો

*          ૨૬મી માર્ચ ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૧૪૧૧ પોઇન્ટનો મોટો ઉછાળો

*          ચોથી ફેબ્રુઆરી ૨૦૨૦ના દિવસે સેંસેક્સમાં ૯૧૭ પોઇન્ટનો ઉછાળો

*          પહેલી મે ૨૦૧૬ના દિવસે ૭૭૭ પોઇન્ટનો ઉછાળો

*          ૧૨મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે ૭૩૨ પોઇન્ટનો ઉછાળો

*          ૧૫મી જાન્યુઆરી ૨૦૧૫ના દિવસે ૭૨૮ પોઇન્ટનો ઉછાળો

*          ૧૦મી સપ્ટેમ્બર ૨૦૧૩ના દિવસે સેંસેક્સમાં ૭૨૭ પોઇન્ટનો ઉછાળો

(8:00 pm IST)
  • આજથી સવારે ૮ થી ૪ સુધી જ પેટ્રોલપંપો ચાલુ રહેશે : કાલથી પેટ્રોલપંપના સંચાલન સમયમાં ફેરફારઃ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન નિર્ણય : સવારે આઠથી સાંજે ચાર વાગ્યા સુધી જ પેટ્રોલ પંપ ચાલુ રહેશે : લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય access_time 3:31 pm IST

  • અમેરિકામાં સૌથી વધુ કોરોના કેસો : કુલ આંક 54,248 થયો access_time 11:05 pm IST

  • સાડા ચાર લાખની નજીક કોરોનાના કેસો પહોંચ્યા : મૃત્યુઆંક 20 હજાર સુધી પહોંચવા આવ્યો : 1,12,036 કેસો રિકવર થયા access_time 10:06 pm IST