Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

નાટકનું નામ : વેલ પ્લેઇડ ચાઇના

વિશ્વના રંગમંચ પર ચીને ભજવેલ ખેલનો પર્દાફાશ

દ્રશ્ય - ૧ : ચીન માંદુ પડેલુ દેખાય છે, એક કટોકટીમાં પ્રવેશે છે અને ધંધા - રોજગારને લકવો થયેલો દેખાય છે

દ્રશ્ય - ૨ : ચીન કરન્સીનું ધોવાણ થવા છતાં તેઓ કંઇ કરતા નથી

દ્રશ્ય - ૩ : ચીનમાં રહેલ અમેરિકન અને યુરોપીય કંપનીઓના શેર વેપારના અભાવે ૪૦ ટકા કિંમત ગુમાવે છે

દ્રશ્ય - ૪ : આખું વિશ્વ માંદુ છે. યુરોપ અને અમેરિકાની કંપનીઓના શેર ચીન અત્યંત ઓછા ભાવે ખરીદે છે

દ્રશ્ય - ૫ : ચીને રોગ પર કાબુ મેળવી, યુરોપ અને અમેરિકન કંપનીઓ હસ્તગત કરી હવે આ કંપનીઓ ચીનમાં રહેશે અને ૨૦૦૦૦ બીલીયન ડોલરની કમાણી કરશે

દ્રશ્ય - ૬ : વિશ્વ અર્થ વ્યવસ્થાની શતરંજમાં અન્ય દેશોને માત આપી ચીન આગળ નીકળી ગયું

ગઇકાલે બહાર આવેલા બે વીડીયોથી જે શંકાઓ હતી તેની ખાતરી થઇ ગઇ છે કે કોરોના વાયરસ ચીન દ્વારા ઇરાદાપૂર્વક ઉભો કરાયેલ પ્રોપેગેન્ડા છે. તેમણે આના માટે પહેલાથી જ તૈયારીઓ કરી હતી. તેમણે ૧૪ દિવસમાં ૧૨૦૦૦ બેડની હોસ્પિટલો ઉભી કરી લીધી પણ તેનું નિર્માણ કાર્ય તો પહેલાથી જ ચાલુ હતું.

ગઇકાલે તેમણે જાહેર કર્યું કે વુહાનમાંથી લોકડાઉન સમાપ્ત કરવામાં આવ્યો છે. વીડીયોમાં તેની ઉજવણી થતી પણ જોવા મળે છે. તેમણે જાહેરાત કરી છે કે તેમની પાસે રસી પણ છે. જો તેમની પાસે આ વાયરસની જીનેટીક માહિતી ન હોય તો આટલા ટુંકાગાળામાં તે કેવી રીતે શકય બને? હા, જો તમે જ તે વાયરસ બનાવ્યો હોય તો તે તમારા માટે અઘરૃં નથી. કોરોના વાયરસના કારણે ચીનમાં રહેલ બહારની કંપનીઓના શેર નાટકીય રીતે ગબડયા હતા. જ્યારે તે બહુ નીચા ગયા ત્યારે ચીને તે ખરીદી લીધા. હવે આ કંપનીઓ, જે અમેરિકા અને યુરોપે ચીનમાં પોતાની બધી અદ્યતન ટેકનોલોજી સાથે પોતાની મૂડીથી ઉભી કરી હતી તે ચીનના હાથોમાં જતી રહી છે અને હવે તેના ભાવો વધી રહ્યા છે તે ઉપરાંત હવે તેમાં ઉત્પન્ન થયેલો માલ તે પશ્ચિમી દેશોને પોતે નક્કી કરેલા ભાવે વેંચશે. આ બધું કંઇ અચાનક નથી બન્યું. ચીને આના માટે કેટલાક ઘરડા લોકોનું બલિદાન આપ્યું. હવે તેના કુટુંબને પેન્શન પણ ચુકવશે. પણ તેની સામે તેણે પશ્ચિમને આર્થિક રીતે હરાવીને મોટો દલ્લો લુંટી લીધો.

બીજી એક વસ્તુ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે રશિયા અને ઉત્તર કોરીયામાં કોરોનાના અત્યંત ઓછા કેસ કેમ થયા કેમકે તે ચીનના મળતીયા દેશો છે, જ્યારે તેનાથી ઉલ્ટું યુરોપીય દેશો અને અમેરિકામાં તથા એશિયાના અન્ય દેશોમાં હાહાકાર મચેલો છે. ચીન એમ કહે છે કે તેણે કોરોના સામે લડવા કડક પગલા લીધા હતા અને વુહાનને સંપૂર્ણપણે લોકડાઉન કર્યું હતું જેથી આ વાયરસ ફેલાય નહીં, તો ફકત વુહાનમાં જ કેમ? બૈંજીંગમાં આવા પગલાઓ કેમ નહોતા લેવાયા ? કેમકે મોટાભાગની બહારની કંપનીઓ વુહાનમાં હતી.

બીજી એક ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે ચીની રાષ્ટ્રપતિએ જ્યારે કોરોનાની અસર ટોચ પર હતી ત્યારે ફકત એક માસ્ક પહેરીને વુહાનની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફર્યા હતા. જ્યારે હકીકતમાં ચીનના રાષ્ટ્રપતિ દરજ્જાની વ્યકિત પગથી માથા સુધી ઢંકાયેલી હોવી જોઇએ. આનાથી સ્પષ્ટ થાય છે કે તેમને આ વાયરસ વિરોધી રસી અપાઇ હતી અને વાયરસ બહાર પાડયા પહેલા તેની સારવાર શોધાઇ ગઇ હતી.

(4:05 pm IST)