Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

બિહારમાં લોક ડાઉન તોડનાર સામે ૪૧ ફરિયાદઃ ૯ની ધરપકડઃ યુપીમાં ૧ કરોડનો દંડ વસુલાયો

પટણાઃ બિહારમાં ગઈકાલે લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરાયેલ. જેમાં સમગ્ર બિહારમાં ૪૧ કેસો નોંધવામાં આવેલ અને ૯ લોકોની ધરપકડ કરાઈ હતી. જરૂરી સેવાઓને છોડીને તમામ દુકાનો બંધ છે. ત્યારે લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર ઉપર કાર્યવાહી કરી ૧૫.૮૭ લાખનો દંડ પણ વસુલ્યો હતો.

બીજી તરફ યુપી પોલીસે પણ કડક હાથે કામ લેતા ગઈકાલ સુધીમાં ૪૯ હજાર વાહનોનું ચલણ કરાયુ હતુ. આ સિવાય ૩૬૭૯ વાહનો જપ્ત કરી ૧ કરોડ આસપાસનો દંડ વસુલ્યો હતો. લોકડાઉનનું ઉલ્લંઘન કરનાર લગભગ ૨ હજાર લોકો ઉપર કેસ દાખલ કરાયો છે.

(3:58 pm IST)
  • જામનગર: ગુજરાત બહારના શ્રમિકો પોતાના વતન તરફ રવાના: કોરોના વાઇરસના કહેર વચ્ચે શ્રમિકોનો કાફલો વતન તરફ દોડ્યો:ધંધા રોજગાર બંધ થતાં પોતાના પરિવાર સાથે રવાના :વહીવટી તંત્ર દ્વારા ખાસ એસટી બસોનું કરાયું આયોજન:મોટી સંખ્યામાં લાલપુર બાયપાસ પાસે એકત્રિત થયા હતા શ્રમિકો access_time 10:53 pm IST

  • મુખ્યમંત્રી રૂપાણીએ રાજસ્થાન જતા શ્રમિકો માટે ગત રાત્રે ગાંધીનગર પાસેના ચિલોડા ખાતે જઈને ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી, જરૂરી પરામર્શ કરીને શ્રમિકોને વતન પહોચાડવા માટેની સુચનાઓ આપી હતી. access_time 5:59 pm IST

  • ભારતમાં કોરોનાવાયરસ COVID-19 નું સામુદાયિક ટ્રાન્સમિશન થયું હોવાનું કહેવા માટે હાલ કોઈ સખત પુરાવા નથી : કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય access_time 9:19 pm IST