Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

લખનઉના છ વર્ષના કલાકારે ડ્રમ વગાડવાનો રેકોર્ડ કર્યો

લખનૌ,તા.૨૬:છોટા પેકેટ બડા ધમાકા ગણાતા લખનઉના છ વર્ષના દેવાશ દીક્ષિતે ગયા અઠવાડિયે એક રેકોર્ડ બનાવ્યો છે. તેણે ડમ પર ત્રણ મિનિટમાં ૫૫૦૦ બિટ્સ વગાડીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોડર્સમાં ડ્રમિંગનો વિશ્વ વિક્રમ નોંધાવ્યો હતો. તેની મમ્મી રાશી દીક્ષિત તો દાવો કરે છે કે એકસાથે સાત વિક્રમો ધરાવતો એશિયાનો એકમાત્ર બાળક દેવાજ્ઞ છે. સાત વિશ્વ વિક્રમો ધરાવતો આ તાલવિશારદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની અનેક ઇવેન્ટ્સમાં ડમ વગાડી ચૂકયો છે.

દેવાશના અન્ય વિક્રમો ગોલ્ડન બુક ઓફ વર્લ રેકોર્ફ્સમાં નોંધાયેલા છે. તેણે આખા ભારતમાં ૧૬૦ લાઇવ સોલો ડમ શો કર્યા છે. ફાઈટર પાઇલટ બનવાની તમન્ના ધરાવતો દેવાશ્ બે વર્ષનો હતો ત્યારે તેના પિતા પોતાના શોખ માટે ઘરમાં ડમ લાવ્યા હતા, પરંતુ એ ડ્મને દેવાશે અપનાવ્યું અને એ ક્ષેત્રમાં સતત નવી ઊંચાઈનાં શિખરો સર કરી રહ્યો છે. તેની મમ્મીના કહેવા મુજબ દેવાજ્ઞ એક મિનિટમાં સૌથી વધારે ડ્રમ બિટ્સ, એક મિનિટમાં સૌથી વધારે ડમ કિકસ, એક મિનિટમાં સૌથી વધારે પેરાડિડલ્સ, એક મિનિટમાં સૌથી વધારે ડ્રમ રોલ્સ, એક સેકન્ડમાં સૌથી વધારે ડ્રમ બિટ્સ, એક સેકન્ડમાં સૌથી વધારે ડ્રમ કિકસ અને સૌથી ઝડપી ૧૦,૦૦૦ બિટ્સ પર્ફોર્મરનો રેકોર્ડ ધરાવે છે.

(3:53 pm IST)
  • અમદાવાદની કાળુપુર માર્કેટ સવારે ૪ થી ૮ સુધી જ ખુલ્લી રહેશે access_time 6:06 pm IST

  • ઘણી સ્કુલોએ ૬-૬ મહિનાની ફીના ચેક ઉઘરાવેલ છે : આ મહામારીનો ભારે આતંક સર્જાયો છે ત્યારે આ ચેકો શાળા સંચાલકો અત્યારે ન નાખે તેવી લાગણી access_time 11:25 am IST

  • બાવળામા મુશળધાર વરસાદ: વીજ પુરવઠો ખોરવાયો : વાતાવરણમાં ઠંડક પ્રસરી access_time 11:24 pm IST