Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

દિલ્હીઃ મોહલ્લા કિલનિકના ડોકટરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ૯૦૦ લોકો કવોરન્ટાઇન થશે

દિલ્હી, તા.૨૬: દિલ્હીમાં મોહલ્લા કિલનિકના એક ડોકટરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ૯૦૦ લોકોને કવોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સાઉદી અરેબિયાથી પરત આવેલી શમા નામની મહિલાએ ૧૨ માર્ચના રોજ દિલ્હીના મૌજપુર મોહલ્લા કલીનિકમાં સારવાર કરાવી હતી . આ મહિલાને કોરોના થયો હતો જેના સંપર્કમાં ડોકટર ગોપાલ જ્ઞા આવતા તેએ પણ સંક્રમિત થયા હતા. દરમિયાન આ ચેપ તેમના થકી તેમની પત્ની અને દિકરી સહિત આઠ લોકો સંક્રમિત થયા છે.

મોહલ્લા કિલનિકના ડોકટરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા સમગ્ર દિલ્હીમાં મોહલ્લા કિલનિક બંધ કરી દેવામાં આવ્યા હતા. બે દિવસ બાદ એટલે આજે ફરીથી કિલનિક ખોલી નાખવામાં આવ્યાં છે. આ પહેલા મોજપુર સહિત તમામ મોહલ્લા કિલનિકને સેનેટાઇઝ કરવામાં આવ્યાં હતા. ડોકટરો અને મેડિકલ સ્ટાફને સાવચેતી રાખવા કહેવામાં આવ્યું છે.

(3:48 pm IST)
  • વિશ્વ આજે કોરોનાવાયરસ COVID-19 રોગચાળોનો સામનો કરી રહ્યું છે ત્યારે આ મહામારીના કારણે વૈશ્વિક મૃત્યુની સંખ્યા 21,000 થી વધુ પહોંચી ગઈ છે જેમાં ઇટાલી અને સ્પેને ચીન કરતા વધુ મૃત્યુ નોંધાવ્યા છે. ઇટાલીમાં, આ જીવલેણ વાયરસ ફાટી નીકળતાં 7500 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે જ્યારે સ્પેનમાં 3600 થી વધુ લોકો મરી ગયા છે access_time 9:20 pm IST

  • કોરોના વાયરસ સંકટને કારણે ઓઇલની કિંમતોમાં ઘટાડો થવાની સંભાવના સેવાય રહી છે. રિસ્ટૈડ એનર્જીના વિશ્લેષકોનું કહેવું છે કે ઓઇલની વૈશ્વિક માંગમાં તીવ્ર ઘટાડો થશે અને કારણ કે વિશ્વના મોટાભાગના દેશોમાં ઓઇલ સંગ્રહ કરવાની જગ્યા જ બચી નથી. આનાથી ઓઇલનો પુરવઠો વધશે, પરંતુ માંગ ઓછી થશે, જે ઓઇલના ભાવને અસર કરશે. access_time 9:16 pm IST

  • કોરોના વાયરસના દર્દીઓને સારવાર આપતા ડોકટરો સફેદ કપડામાં ભગવાનનો અવતાર છેઃ તેમને હેરાનગતિ પહોંચાડવી શરમજનક : નરેન્દ્રભાઈ access_time 11:58 am IST