Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

સંપૂર્ણ લોકડાઉનથી ૧૬૧ ગણા ઓછા થઇ શકે છે કેસ

નવી દિલ્હી તા. ૨૬ : ૨૧ દિવસનું લોકડાઉન કદાચ તમને તકલીફદાયક લાગી રહ્યું હોય, પણ કોરોના જેવા ચેપી વાયરસને રોકવા માટે સંપૂર્ણ લોકડાઉન જ સૌથી કારગત ઉપાય છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીનો એક અભ્યાસ જણાવે છે કે એક અઠવાડિયાના સંપૂર્ણ લોકડાઉનથી કોરોનાનું સંભવિત સંક્રમણ ૧૬૧ ગણા જેટલું ઓછું થઇ જાય છે. તે અવરજવર અને સોશ્યલ કવોરન્ટાઇન જેવા ઉપાયો કરતા વધુ કારગત છે.  અભ્યાસમાં જણાવાયું છે કે જો કોરોના વાયરસને રોકવાના ઉપાયો નહીં કરવામાં આવે તો ૧૫ મે સુધીમાં દર એક લાખ વ્યકિતએ ૧૬૧ લોકો કોરોનાનો શિકાર બનશે. જો દેશભરમાં આ દરમિયાન અવર-જવર પ્રતિબંધિત કરી દેવામાં આવે તો આ સંખ્યા ઘટીને દર એક લાખ વ્યકિતને સોશ્યલ કવોરન્ટાઇન કરી દેવામાં આવે તો દર એક લાખ વ્યકિતએ ૪ લોકો સંક્રમણનો શિકાર રહે. એક અઠવાડિયાનું સંપૂર્ણ લોકડાઉન આ આંકડાને એક પર લાવી શકે છે. નિષ્ણાંતોનું માનીએ તો ત્રણ અઠવાડિયાનું લોકડાઉન કોરોના વાયરસના સંક્રમણને સંપૂર્ણપણે ખતમ કરી શકે છે.

અભ્યાસમાં કહેવાયું છે કે જો કડક પ્રતિબંધો નહી મુકાય તો દેશમાં કોરોના સંક્રમણના કેસ અભ્યારે ફકત કેટલાક સો છે, તે આગામી અઢી મહિનામાં વધીને ૧૬ લાખથી ઉપર થઇ જશે. ત્યારે તેને રોકવા અશકય થઇ જશે. અભ્યાસમાં કહેવાયું છે કે વર્તમાન દર મુજબ ૧૫ એપ્રિલ સુધી કોરોના સંક્રમણ દેશમાં ૪૮૦૦ સુધી પહોંચી જશે. પછીના એક મહિનામાં એટલે કે ૧૫ મે સુધી ૯.૧૫ લાખ, એક જૂન સુધીમાં ૧૪.૬૦ લાખ અને ૧૫ જૂન સુધીમાં ૧૬.૩૦ લાખથી પણ વધી જશે. આ અભ્યાસના આંકડાઓ અત્યાર સુધીમાં સાચા પુરવાર થયા છે. અભ્યાસમાં ૧૭,૧૮ અને ૧૯ માર્ચે ભારતમાં ૧૧૯, ૧૨૬ અને ૧૩૩ કેસોની ભવિષ્યવાણી કરાઇ હતી. વાસ્તવમાં તે તારીખોએ ૧૪૨, ૧૫૬ અને ૧૯૪ કેસ નોંધાયા હતા.

કોઇ ઉપાય ન થાય તો

તારીખ

સંભવિત દર્દીઓ

૧૫ એપ્રિલ

૪૮૦૦

૧૫ મે

૯,૧૫,૦૦૦

૧ જૂન

૧૪,૬૦,૦૦૦

૧૫ જૂન

૧૬,૩૦,૦૦૦

કયો ઉપાય કેટલો કારગત

ઉપાય

સંભવિત કેસ

કોઇ ઉપાય નહીં

૧૬૧

અવરજવર પર પ્રતિબંધ

૪૮

અવરજવર પર પ્રતિબંધ

+ સોશ્યલ કવોરન્ટાઇન

૦૪

એક અઠવાડિયાનો સંપૂર્ણ

લોકડાઉન

૦૧

(3:34 pm IST)
  • કચ્છના મોટી વમોટીમાં ૧૨ મોરના નીપજ્યા મોત:૧૦ મોરને સારવાર બાદ બચાવી લેવાયા :જેરી ઘઉં ચણયા બાદ મોરના થયા મોત:નલીયા વન વિભાગ દ્વારા કરાયું પીએમ:પીએમમાં મોરના મોતનું કારણ થયું સ્પષ્ટ access_time 10:32 pm IST

  • જામનગર: ગુજરાત બહારના શ્રમિકો પોતાના વતન તરફ રવાના: કોરોના વાઇરસના કહેર વચ્ચે શ્રમિકોનો કાફલો વતન તરફ દોડ્યો:ધંધા રોજગાર બંધ થતાં પોતાના પરિવાર સાથે રવાના :વહીવટી તંત્ર દ્વારા ખાસ એસટી બસોનું કરાયું આયોજન:મોટી સંખ્યામાં લાલપુર બાયપાસ પાસે એકત્રિત થયા હતા શ્રમિકો access_time 10:53 pm IST

  • મુખ્યમંત્રી રૂપાણીએ રાજસ્થાન જતા શ્રમિકો માટે ગત રાત્રે ગાંધીનગર પાસેના ચિલોડા ખાતે જઈને ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી, જરૂરી પરામર્શ કરીને શ્રમિકોને વતન પહોચાડવા માટેની સુચનાઓ આપી હતી. access_time 5:59 pm IST