Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

મૃત્યુઆંક ૩૪૩૪: ૪૭૬૧૦ દર્દીઓ

સ્પેનમાં ૧૧ દિવસના લોકડાઉન છતાં ૨૪ કલાકમાં ૭૩૮ના મોતઃ મેડ્રીડની સ્થિતિ ખરાબ

મેડ્રિડ, તા.૨૬: કોરોના વાયરસને લઇને સ્પેનમાંથી ચિંતાજનક ખબર સામે આવી છે. અહીં એક જ રાતમાં કોરોનાગ્રસ્ત ૭૩૮થી વધારે દર્દીઓએ દમ તોડ્યો છે. સ્પેનમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક વધીને ૩૪૩૪ને પાર થઇ ગયો છે. લોકડાઉન છતાં ૨૪ કલાકમાં ૭૩૮ના મોત થયા છે.

કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને ૪૭,૬૧૦ને પાર થઇ ચૂકી છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. સ્પેનની રાજધાનીમાં અત્યાર સુધી ૧૫૩૫ લોકો માર્યા ગયા છે. જયારે ૫૪૦૦થી વધારે સ્વાસ્થ કર્મચારીઓ પણ દર્દીઓની સારવાર દરમિયાન કોરોના વાયરસના ઝપેટામાં આવી ગયા છે.

સ્પેનમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સેના પણ કાર્યરત છે, પરંતુ કેસો સતત વધી રહ્યા છે. બીજી તરફ ચીનમાં વિદેશોથી આવેલા લોકોમાં કોરોનાગ્રસ્ત ૪૭ નવા કેસો સામે આવ્યા છે. જોકે ચીનના વુહાનમાં સ્થિતિ કાબૂમાં આવતા બસ સેવા ચાલુ કરવામાં આવી છે. અહી કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી, ચીનની સરકાર કોરોના વાયરસ અને મહામારી પર કાબૂ મેળવી ચૂકી હોવાનો દાવો કરી રહી છે.

મેડ્રીડની હાલત ખરાબ છે અહિં ૧૪૯૫૭ દર્દીઓ છે. ૧૮૨૫ના અહિં મોત થયા છે.

(11:32 am IST)
  • સેન્સેકસ ૧૪૩૫ પોઈન્ટ વધીને ૨૯૯૭૧: નીફટી ૩૮૦ પોઈન્ટ વધીને ૮૬૯૮ થયો : ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એકસીસ અને બજાજ ફીનસર્વના શેરો ૯ થી ૩૫ ટકા ઉચકાયા છે જયારે એચસીએલ ટેક, આઈઓસી, ગેઈલ, અદાણી પોટ્ર્સ અને આઈટીસી સામાન્ય તૂટ્યા છે access_time 11:26 am IST

  • જાહેરનામાના ભંગના 147 કેસો દાખલ : કોરોના અંગે જાહેરનામાના ભંગ માટે રાત્રે 8 સુધીમાં 147 કેસો નોંધાયા છે access_time 10:55 pm IST

  • સાડા ચાર લાખની નજીક કોરોનાના કેસો પહોંચ્યા : મૃત્યુઆંક 20 હજાર સુધી પહોંચવા આવ્યો : 1,12,036 કેસો રિકવર થયા access_time 10:06 pm IST