Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

(યાદેવી શકિત રૂપેણ સંસ્‍થિતા)

આરાધનાના આ પર્વમાં શિવ-શકિતની ઉપાસના કરીએ..!

જગત જનની જગદંબા ભવાની મા ભગવતીની પૂજા, જપ, તપ, ઉપાસના આદી તો આપણે કરીએ જ છીએ એ પરંતુ સાથોસાથ પ્રસંગોપાત અન્‍ય દેવ દેવીઓના પૂજન અર્ચન વ્રત વગેરે ધાર્મિક કાર્યો કરીએ છીએ એજ રીતે પવિત્ર પાવનકારી, નવલી નવરાત્રીમાં શકિતમાં ભવાનીની આરાધનાનું પર્વ છે...

શિવ અને શકિત એ એકબીજા વિના અધુરા છ.ે જેમણે જીવનભર શિવની ઉપાસના કરી છે તેમણે પણ આખરે તો શકિતનો આશરો લેવો જ પડયો છે. અને જેમણે જીવનભર મા શકિતની ઉપાસના કરી છે, તેમણે શિવનું શરણ લેવું જ પડયુંછ.ે

એક અર્થમાં કહીએ તો શિવ અને શકિત સિકકાની બંને બાજુઓ કહી શકાય શિવ અને શકિતથીજ સંપૂર્ણ અંગ એકમ બને છે., બંને એકબીજા વિના અધુરા છ.ે

આપણે મા ભગવતી જગદંબા ભવાનીમાંના ભકત ભલે હોઇએ જગત જનની મા જગદંબાને ઇસ્‍ટ માનીએ છીએ તે યોગ્‍ય જ છે. પરંતુ સાથોસાથ કલ્‍યાણકારી ભગવાન શિવની પણ ભકિત-ઉપાસના જરૂરી છ.ે

મેરૂદંડ પર્વત થયો. સ્‍થુલ પહાડોને પણ ચોટીરૂપ પર્વના કારણે પર્વત કહેવામાં આવે છે એટલે મેરૂદંડનું પર્વત નામ ઘણું ઉચિત ગણાય છે. આ પર્વત રાજની અંદર રહેલી શકિતને ઉપચારથી પર્વતરાજ પુત્રી અથવા પાર્વતી કહેવામાં આવે છે. તે પાર્વતીની ગતિ સ્‍વાભાવિક શિવની તરફ છે. પાર્વતી શિવને છોડીને કોઇને વરણ કરી શકતી નથી પરંતુ પાર્વતીને શિવની પ્રાપ્‍તી તપ દ્વારા જ થઇ શકે છ.ે

શિવની પ્રાપ્‍તિ તપથી થાય છ.ે ભોગથી નહી, આ વાત કવિએ કુમાર સંભવમાં બતાવી છે. એટલે મા પર્વતીએ પણ તપ અને સમાધી દ્વારા ભગવાન શિવને પ્રાપ્ત કરવા વ્રત કર્યું.

પોતાની આંખો સામે કામદેવને ભસ્‍મ થતા જોઇને પાર્વતીના રૂપ-ગર્વ ઓગળી ગયા તેમણે રૂપની નિંદા કરી, અને મનમાં નકકી કર્યુ કે, શિવની પ્રાપ્તી માટે કેવળ સુંદરતા જ પર્યાપ્‍ત નથી એટલે તેમણે બીજા માર્ગનું અવલંબન કર્યું.

રૂપને અમોધ કરવા માટે પાર્વતીએ તપ દ્વારા આત્‍મસમાધિ લગાડવાનું નકકી કર્યું સમાધિની પુર્ણતાજ શકિતના સંયમ મનોભાવનાની ઉચ્‍છુખલતા આસુરી છે. તેનાથી પ્રાણ ક્ષીણ થાય છે. પ્રાણોની સમાધિથી  મનની સ્‍થિરતા અને શાંતિ થાય છે. મા પાર્વતીએ સમાધિની ઉચ્‍ચ સ્‍થિતિએ પહોંચી ભગવાન શિવને પ્રાપ્ત કર્યા.

આ પવિત્ર દિવસોમાં શિવ-શકિતની ઉપાસના, પુજા અર્ચના કરીને માનવ જીવનની કૃતાર્થતામાં સંતોષનો અનુભવ કરીએ.

રૂદ્રો નર ઉમા નારી તસ્‍મૈ તસ્‍યે નમો નમઃ!

રૂદ્રો બ્રહ્મા ઉમા વાણી તસ્‍મૈ તસ્‍યે નમો નમઃ!

રૂદ્રો વિષ્‍ણુરૂમા લક્ષ્મી તસ્‍મૈ તસ્‍યે નમો નમઃ!

રૂદ્ર સૂર્ય ઉમા છાયા તસ્‍મૈ તસ્‍યે નમો નમઃ!

રૂદ્ર  ઓમ ઉમા તારા તસ્‍મૈ તસ્‍યે નમો નમઃ!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(11:14 am IST)
  • રાજકોટમાં આઈસોલેશનમાં રખાયેલ કોરોનાના ૧૧ શંકાસ્પદોના રીપોર્ટ નેગેટીવ આવ્યા : કોરોના સંદર્ભે રાજકોટમાં આજે સવારે ૧૧ વ્યકિતઓને આઈસોલેશનમાં રખાયેલ હતા જે તમામના લોહીના નમૂનાની તપાસ થતાં આ ૧૧ વ્યકિતઓમાંથી કોઈને કોરોના નહિં હોવાનું જણાયુ હતું : આ તમામ ૧૧ શંકાસ્પદોના રીપોર્ટ નેગેટીવ આવ્યાનું મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય તંત્રએ જાહેર કર્યુ છે access_time 4:28 pm IST

  • સોશિયલ મીડિયા પર આવતા ફેક કૉલ્સથી સતર્ક રહો access_time 11:48 pm IST

  • સૌરાષ્‍ટ્રમાં પ્રથમ મૃત્‍યુ : ગુજરાતમાં કોરોનાના પોઝીટીવ કેસ ૪૩ : લોકડાઉન વચ્‍ચે ૩ નવા દર્દીઓ ઉમેરાયાઃ ગુજરાતમાં કોરોનાથી ત્રીજુ મોતઃ ૭૦ વર્ષના ભાવનગરના વૃદ્ધનું થયુ મોત : સુરતમાં ૭, વડોદરામાં ૮, અમદાવાદમાં ૧૭, ભાવનગરમાં ૧ અને ગાંધીનગરમાં ૭ કેસો નોંધાયા access_time 11:39 am IST