Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

લોકડાઉન વચ્ચે યુપીમાં પાન મસાલા પર પ્રતિબંધ, લાળ અને થુકથી પણ કોરોના ફેલાય છે

લખનઉ, તા.૨૬: કોરોના વાયરસને લીધે સમગ્ર દેશમાં લોકડાઉન વચ્ચે યુપી સરકારે રાજયમાં પાન મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂકયો છે. રાજય સરકારે તેના આદેશમાં જણાવ્યુ હતું કે આગામી આદેશ સુધી રાજયમાં પાન મસાલાનુ ઉત્પાદન, વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. કોરોના વાયરસના ફેલાવા પાછળ લાળ અને થૂંક જેવા માધ્યમો પણ કામ કરે છે. જેના કારણે રાજય સરકારે પાન મસાલા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.

યુપીમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અહીં દર્દીઓની સંખ્યા વધીને ૪૧ થઇ છે. જેમાં સૌથી વધારે કેસો આગરા અને નોઇડામાંથી સામે આવ્યા છે. જેમાં રાજધાની લખનઉ, ગાજિયાબાદ, પીલીભીત જેવા મુખ્ય શહેરો સામેલ છે. અત્યાર સુધીના કુલ કેસો પૈકી ૧૧ દર્દીઓ સારવાર દરમિયાન સ્વસ્થ થતા હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી.

કોરોના મહામારી સામેની જંગમાં યુપી સરકાર અસરકારક પગલા ઉઠાવી રહી છે. સરકારે સ્વાસ્થ વિભાગને આ માટે ૫૦ કરોડ રૂપિયા ફંડ આપવાની જાહેરાત કરી હતી.

(10:19 am IST)
  • અમદાવાદની કાળુપુર માર્કેટ સવારે ૪ થી ૮ સુધી જ ખુલ્લી રહેશે access_time 6:06 pm IST

  • જાહેરનામાના ભંગના 147 કેસો દાખલ : કોરોના અંગે જાહેરનામાના ભંગ માટે રાત્રે 8 સુધીમાં 147 કેસો નોંધાયા છે access_time 10:55 pm IST

  • લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજોના કાળાબજાર કરનારાઓ, સંગ્રહખોરો, અને નફાખોરો સામે કડક પગલાં લેવાશે : ઉત્તર પ્રદેશની યોગી સરકાર આકરા પાણીએ : ચીજ વસ્તુઓ ઘેરબેઠા પહોંચાડવાનો એક્શન પ્લાન અમલી બનાવાશે access_time 1:47 pm IST