Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કોરોનાથી મૃત્યુની આશંકા ૦.પ ટકાથી ૧ ટકાની વચ્ચે

બ્રિટીશ સરકારના વૈજ્ઞાનિકોનો અભ્યાસઃ મૃતકોનો દર ૪ ટકા છેઃ કોરોનાથી સંક્રમિત પ્રતિ ૧૦૦૦ વ્યકિતઓમાંથી ૯ના મોતની આશંકા : અગાઉથી ડાયાબીટીસ, હાઇબીપી, હ્ય્દય કે શ્વાસની બિમારી ધરાવતા લોકોમાં મૃત્યુદર પ ગણો વધુઃ મહિલાઓ કરતા પુરૂષોમાં મૃત્યુદર વધુ

નવી દિલ્હી, તા., ૨૬: બ્રિટન સરકારના વૈજ્ઞાનીક સલાહકારોનું માનવું છે કે કોરોના વાયરસ સંક્રમણને કારણે મરવાની આશંકા ફકત ૦.પ ટકાથી એક ટકાની વચ્ચે છે.

કોરોના સંક્રમણના મામલામાં આ મૃત્યુદર ઘણો ઓછો છે. ડબલ્યુએચઓના જણાવ્યા પ્રમાણે વિશ્વભરમાં આ વાયરસના કારણે મરનારાનો દર ૪ ટકા છે. માર્ચની ર૩મી સુધી બ્રીટનમાં આ દર પ ટકા હતો કારણ કે ત્યાં સંક્રમણના તમામ મામલાઓની પૃષ્ટી નથી થઇ.

કોરોના વાયરસ સંક્રમણના મામલામાં કોનો ટેસ્ટ થવાનો છે અને કોનો નહી? તેને લઇને તમામ દેશોએ પોતપોતાના અલગ માપદંડ અપનાવ્યા છે. જે કારણે અલગ-અલગ દેશોમાં કોરોનાના મામલા અને તેનાથી થતા મોતના આંકડા ભ્રામક હોઇ શકે છે. સાથોસાથ મૃત્યુનો દર વ્યકિતની ઉંમર, સ્વાસ્થ્ય અને સ્વાસ્થ્ય સેવાઓ સુધી તેની પહોંચ પર નિર્ભર કરે છે.

જાણકારોનું કહેવું છે કે કોરાનાથી એવા લોકોના જીવ ઉપર ખતરો છે જેઓ વૃધ્ધ છે અને જેઓ પહેલાથી જ બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડીત હોય. લંડન ઇમ્પીરીયલ  કોલેજના અભ્યાસ અનુસાર ૮૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સરેરાશ મૃત્યુદરથી  લગભગ ૧૦ ગણો વધુ છે. જયારે ૪૦ થી ઓછી ઉંમરવાળા માટે આ ઓછો છે. તેઓ ચેતવણી આપે છે કે આપણે એવું ન માનવુ જોઇએ કે તેના સંક્રમણથી યુવાનોનો ખતરો ઓછો છે. અનેક યુવાનો આનાથી આઇસીયુમાં પહોંચ્યા છે.

પહેલીવાર ચીનમાં વાયરસના સંક્રમણના ૪૪,૦૦૦ કેસોનું વિશ્લેષણ કરાયું છે જેમાં જણાયુ કે જે લોકો અગાઉથી ડાયાબીટીસ, હાઇબીપી, હ્ય્દય કે શ્વાસની બીમારી હતી તેમાં મૃત્યુનો દર ઓછામાં ઓછા પ ગણા વધુ હતો.

સંશોધકોનું માનીએ તો કોરોના પીડીત પ્રતિ ૧૦૦૦ વ્યકિતમાંથી ૯ વ્યકિતના મોતની આશંકા છે. કોરોના વાયરસના કારણે વડીલો, પહેલીથી બિમાર અને પુરૂષોના મરવાનો ખતરો વધુ છે. ૩૦ વર્ષથી ઓછી વયના લોકોનો મરવાનો દર સૌથી ઓછો છે. આવા  ૪પ૦૦ મામલામાં ફકત ૮ના મોત થયા છે તો પુરૂષોના મૃત્યુ દર મહિલાઓની સરખામણીમાં વધુ છે.

ડબલ્યુએચઓનું કહેવું છેકે તમે હાથ ધુઓ, છીંક અને ઉધરસવાળા લોકોથી દુર રહો અને તમારા નાક, આંખ અને મોઢાને અડવાથી બચો.

(10:15 am IST)
  • ઓહોહો... રાજકોટમાં ૩૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : રાજકોટ : શહેરમાં આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ૩૬ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે : ૨૯.૬ ડિગ્રી સાથે ગરમીમાં ઘટાડો થયો છે : ભેજનું પ્રમાણ ૪૩ ટકા છે : દિવસનું તાપમાન નોર્મલથી ૮ થી ૯ ડિગ્રી નીચુ જોવા મળી રહેલ છે access_time 4:33 pm IST

  • મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે પ્રથમ મોત:મધ્યપ્રદેશમાં કોરોનાને કારણે એક મહિલાનું મોત નિપજ્યું: જમ્મૂ કશ્મીરમાં કોરોનાના 4 પોઝિટીવ કેસ જોવા મળ્યા હતા access_time 12:26 am IST

  • સેન્સેકસ ૧૪૩૫ પોઈન્ટ વધીને ૨૯૯૭૧: નીફટી ૩૮૦ પોઈન્ટ વધીને ૮૬૯૮ થયો : ઈન્ડસઈન્ડ બેન્ક, આઈસીઆઈસીઆઈ, એચડીએફસી, એકસીસ અને બજાજ ફીનસર્વના શેરો ૯ થી ૩૫ ટકા ઉચકાયા છે જયારે એચસીએલ ટેક, આઈઓસી, ગેઈલ, અદાણી પોટ્ર્સ અને આઈટીસી સામાન્ય તૂટ્યા છે access_time 11:26 am IST