Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

મલેરિયા માટે વપરાતી આ દવા કોરોના માટે અતિ જોખમી : ડૉક્ટર્સની સલાહ વગર કોઈએ લેવી નહીં

વાયરસ બિમારીમાં આ દવા કામ કરતી નથી : ડોક્ટર્સની સલાહ કોઈ પણ દવા લેવી નહીં

નવી દિલ્હી : મલેરિયા માટે વપરાતી દવા હાઈડ્રોક્સિક્લોરોક્વિન કોરોનામાં ઉપયોગી હોવાનો રિપોર્ટ ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)એ આપ્યો હતો. પરિણામે લોકો જોયા-જાણ્યા વગર એ દવા લેવા લાગ્યા છે. સાથે સાથે એ પણ હકીકત છે કે, યોગ્ય તપાસ અને ડૉક્ટરની સલાહ વગર આ દવા લેવી જોખમી અને અમુક કેસમાં જીવલેણ સાબિત થઈ શકે એમ છે. કેમ કે આ દવા એન્ટિ-મલેરિયા પ્રકારની છે.

આ દવાની અનેક સાઈડ ઈફેક્ટ છે, માટે નિષ્ણાત ડોક્ટરો પણ સામાન્ય કિસ્સામાં આવી દવા આપતા નથી. ભારતમાં આ દવાની ડિમાન્ડ વધવા લાગી છે, અને સરકારે તેની નિકાસ પર પણ પ્રતિબંધ મુકી દીધો છે.

હાઈડ્રો લેવાથી માથાનો દુઃખાવો, માનસિક તાણ, ચામડી ખેંચાવી, મૂડમાં પરિવર્તન થઈ જવું, સ્વભાવ ચિડિયો થવો, સ્નાયુઓ ઢીલા પડવા, નાકમાંથી લોહી નીકળવું, આંખે ઓછુ દેખાવુ સહિતની સાઈડ ઈફેક્ટ થઈ શકે છે. પરંતુ સૌથી ગંભીર વાત એ છે કે તેનો ઓવરડોઝ હાર્ટને ફેઈલ કરી શકે છે. આ દવા એન્ટિ વાઈરલ હોવા અંગે પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે. માટે કોરોના જેવા વાયરસ સામે લડવા માટે આ દવા કામ લાગી જ શકે એવુ ખાતરીપૂર્વક કોઈ કહી શકતું નથી.

વળી તબીબોએ અગાઉ વાઈરલ બિમારીઓ જેવી કે ઇબોલા, ઈન્ફ્લુએન્ઝા અને ડેન્ગ્યુના કિસ્સામાં આ દવાનો પ્રયોગ કરી જોયો છે. તેમાં ખાસ સફળતા મળી નથી. અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પણ આ દવા લેવાની સલાહ આપી હતી, પરંતુ એ યાદ રાખવાનું કે ટ્રમ્પ ડૉક્ટર નથી.

તેની સલાહ દવા લેવાની બાબતમાં માની ન શકાય. જે આરોગ્ય સંસ્થાઓએ આ દવા લેવાની સલાહ આપી છે એ મર્યાદિત કિસ્સામાં અને ખાસ પ્રકારના લક્ષણ ધરાવતા દર્દી માટે છે. કોરોનાની અસર હોય એવા દરેક દરર્દીને આ દવા આપી શકાય નહીં, કોઈએ પોતાની રીતે લેવી પણ ન જોઈએ.

(10:06 am IST)
  • મુખ્યમંત્રી રૂપાણીએ રાજસ્થાન જતા શ્રમિકો માટે ગત રાત્રે ગાંધીનગર પાસેના ચિલોડા ખાતે જઈને ઉચ્ચ અધિકારીઓને સ્થળ પર બોલાવી, જરૂરી પરામર્શ કરીને શ્રમિકોને વતન પહોચાડવા માટેની સુચનાઓ આપી હતી. access_time 5:59 pm IST

  • લોકડાઉન દરમિયાન જીવન જરૂરી ચીજોના કાળાબજાર કરનારાઓ, સંગ્રહખોરો, અને નફાખોરો સામે કડક પગલાં લેવાશે : ઉત્તર પ્રદેશની યોગી સરકાર આકરા પાણીએ : ચીજ વસ્તુઓ ઘેરબેઠા પહોંચાડવાનો એક્શન પ્લાન અમલી બનાવાશે access_time 1:47 pm IST

  • મુંબઇ લોકડાઉન : દિવ્યાંગ યુવતીએ ટ્વીટ કરીને ગૃહમંત્રીની માંગી મદદ : માત્ર ૨૫ મિનિટમાં પોલીસ સહાય કરવા પહોંચી : યુવતી અને ડ્રાઇવરને આવ-જા માટે વિશેષ પાસ આપ્યા access_time 4:30 pm IST