Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

બેન્ક લોન અથવા ક્રેડિટ કાર્ડના ઈએમઆઈમાં રાહતના એંધાણ : નાણામંત્રી નિર્મલા સીતારામને આપ્યા સંકેત

 

નવી દિલ્હીઃ  નાણાંમંત્રી નિર્મલા સીતારમને બેન્કિંગ અને ટેક્સ અંગે જાહેરાત કરી હતી. જેનાથી સામાન્ય લોકોને રાહત મળશે. ઉપરાંત નિર્મલા સીતારમને કહ્યું હતું કે, અર્થવ્યવસ્થામાં જે કોઈ ક્ષેત્રમાં તકલિફ હશે. તેને દૂર કરવામાં આવશે. જેની શરૂઆત આજે થઈ ચૂકી છે. આગળ બીજી અન્ય જાહેરાતો પણ કરવામાં આવશે.

દરમિયાન નિર્મલા સીતારમને બેન્ક લોન અને ઈએમઆઈમાંથી રાહત અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, જરૂરત લાગશે તો અંગે જાહેરાત પણ કરવામાં આવશે. નાણાંમંત્રીના નિવેદન ઉપર વાતની સંભાવના વ્યક્ત થઈ રહી છે કે લોન અથવા ક્રેડિટ કાર્ડના ઈએમઆઈ આપી રહેલા લોકોને તત્કાલ છૂટ મળી શકે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી ત્રણ મહિના માટે ATMથી કેસ ઉપાડવી ફ્રી કરી દીધી છે. મતલબ થાય કે જો તમારે કોઈપણ બેન્કના એટીએમ ઉપર કેશ કાઢવાની થાય છે તો કોઈ ચાર્જ લાગશે નહીં. ઉપરાંત ડિજિટલ કારોબારના સોદા અંગે પણ બેન્ક શુલ્ક ઓછી કરવાની જાહેરાત કરી છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે પગલું ભરવામાં આવ્યું છે

(10:54 pm IST)
  • ઓહોહો... રાજકોટમાં ૩૬ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે : રાજકોટ : શહેરમાં આજે પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ૩૬ કિ.મી.ની ગતિએ પવન ફૂંકાઈ રહ્યા છે : ૨૯.૬ ડિગ્રી સાથે ગરમીમાં ઘટાડો થયો છે : ભેજનું પ્રમાણ ૪૩ ટકા છે : દિવસનું તાપમાન નોર્મલથી ૮ થી ૯ ડિગ્રી નીચુ જોવા મળી રહેલ છે access_time 4:33 pm IST

  • મોડીરાત્રે રાજકોટમાં વરસાદી છાંટા : બપોરથી ભારે પવન ફુંકાતા વાતાવરણમાં પલટો : સમી સાંજે પવનનું જોર ઘટ્યું : મોડીરાતે કાલાવડ રોડ ,અમીનમાર્ગ અને સાધુ વાસવાણી રોડ પર વરસાદના છાંટા : લાઈટ ગુલ : જોકે વીજપુરવઠો તુરત કાર્યરત થયો છે access_time 11:28 pm IST

  • ભારતમાં કોરોનાવાયરસ COVID-19 નું સામુદાયિક ટ્રાન્સમિશન થયું હોવાનું કહેવા માટે હાલ કોઈ સખત પુરાવા નથી : કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય access_time 9:19 pm IST