Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

જીવનમાં વાહ...વાહ... નહીં, સ્વાહા... પણ થવું જોઇએઃ પૂ. મોરારીબાપુ

ઉતરપ્રદેશનાં બરેલીમાં આયોજીત ''માનસ અપરાધ'' શ્રી રામકથાનો ચોથો દિવસ

રાજકોટ તા.૨૬: ''જીવનમાં વાહ... વાહ... નહીં પરંતુ સ્વાહા (અર્પણ) પણ થવું જોઇએ. તેમ કહીને પૂ. મોરારીબાપુએ સેવાકાર્યોને મહતા આપવા આહવાન કર્યું હતું.

ઉતર પ્રદેશના બરેલીમાં આયોજીત ''માનસ અપરાધ'' શ્રી રામકથાના ચોથા દિવસે પૂ. મોરારીબાપુએ કહ્યું કે યજ્ઞ સહિતનાં ધાર્મિક કાર્યો ભારતનો ધર્મક્ષેત્રે પરિચય આપે છે.

ગઇકાલે શ્રી રામ કથાનાં ત્રીજા દિવસે પૂ. મોરારીબાપુએ કહ્યું કે આજેતો જલન, ઇર્ષા, દ્વેષ, નીંદાથી આખી દુનિયા કબ્રસ્તાન બની ગઇ છે. લગભગ-લગભગ આપણે સૌ મરી ચૂકયા છીએ. પ્રેમનું નામ બદનામ થઇ રહયું છે. પ્રેમ કરનાર કબ્જા કરવા લાગ્યા છે. આપણે આપણા અપરાધની તલાશ કરીએ, ચિંતા ન કરવી, કોઇ ગુરૂ આપણી સંભાળ રાખશે. બરેલીની ભૂમિ ઉપર જ વર્ષો અગાઉ મેં રામકથા 'માનસ અગ્નિ પરીક્ષા'નું ગાન કર્યું ત્યારે મેં કીધું હતું કે માનસના સાતેય સોપાનોમાં અગ્નિપરીક્ષા છે. બાલકાંડમાં રામજીની બે પરીક્ષાઓ, અયોધ્યાકાંડમાં વચનની પરીક્ષા, અરણ્યકાંડમાં રામ-લક્ષ્મણની ચારિત્ર પરીક્ષા, સીતાજીની પણ પરીક્ષા ક્રિષ્કીન્ધામાં મૈત્રીની પરીક્ષા, સુંદરકાંડમાં તો હનુમાનજીની કેટકેટલી પરીક્ષાઓ થાય છે. લંકાકાંડમાં જાનકીજીની અને ઉત્તરકાંડમાં લોમસ દ્વારા કાગભુસુંડીજીની પરીક્ષા થાય છે. એક શ્રાવકની જિજ્ઞાસા હતી કે બાપુ, તમે કહ્યું કે બુદ્ધપુરૂષના ગર્ભમાં રહેવું તો એ કઇ રીતે?

પૂ. મોરારીબાપુએ ભરોસાપંચકનું ભગવદ્દગીતાના ૧૧માં શ્ લોકનો સંદર્ભ વિસ્તારથી સમજાવી ગુરૂગર્ભનો મહિમા વર્ણવ્યો હતો.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે ગુરૂ સાક્ષાત મળી જાય પછી એની પાસે દુઆની અપેક્ષા ન રાખો, દુઆ જ દેહરૂપ ધારીને આવે છે. ગુરૂ જેવો દાતો બીજો કોઇ નથી. તપસ્વીમાં માત્ર તપ જ હોય, ભજનહિન હોય તો એનું તપ અંધ છે. કેટલાંક લોકો તપાંધ પણ હોય છે. મહાભારત-રામાયણના પાત્રો વિશે આપણે કંઇ બોલીએ-ચેષ્ટા કરએ ત્યારે એ મહાન પાત્રોને કશુંય ન થાય પણ આપણામાં કોઇ ડાઘ ન લાગે તેનું ધ્યાન રાખજોે.

(3:50 pm IST)