Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ટ્રેનમાં બોર્ડિંગ સ્ટેશન છેલ્લા કલાકોમાં પણ બદલી શકાશે

ર૪ કલાકનો સમયગાળો ચાર કલાક સુધી ઘટાડયોઃ પહેલી મેથી અમલ

નવી દિલ્હી તા. ર૬ : ટ્રેનમાં મુસાફરી શરૂ કરવાના રેલવે સ્ટેશનના બદલે જો કોઇ મુસાફરને અન્ય કોઇ રેલવે સ્ટેશનથી મુસાફરી કરવી હશે તો તે માટે બોર્ડિંગમાં સ્થળ બદલવાની કાર્યવાહી મુસાફરે કરવી પડે છે. હાલમાં બોર્ડિંગનું સ્થળ બદલવાની કાર્યવાહી ટ્રેન ઉપડવાના ર૪ કલાક પહેલ ાકરવાનો નિયમ લાગુ થયેલ છે, પરંતુ પહેલી મેથી હવે કોઇપણ મુસાફરે તેનું બોર્ડિંગ સ્થળ બદલવું હશે તો માત્ર ચાર કલાકના ટંુકાગાળા પહેલા પણ બદલી શકશે. આ નિયમ પહેલી મેથી લાગુ પડશે. જેથી ચાર કલાક પહેલા એટલે કે ચાર્ટબનતાં પહેલાં જ ફેરફાર થયેલી વિગત ચાર્ટમાંં સમાવિષ્ટ થઇ જશે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ રેલ્વે સ્ટેશન અને હાપા વચ્ચે ઇલેકટ્રોફિકેશનનું કામ ચાલી રહ્યું છે જેના કારણે આ રૂટ પરથી આવતી જતી ર૬ જેટલી ટ્રેનો ૩૧ માર્ચ સુધી રદ કરાઇ છે. જયારે કેટલીક ટ્રેનોના રૂટ ટુંકાવાયા છે. જેના કારણે અગાઉથી ટિકીટ બુક કરાવી હોય તેવા અનેક મુસાફરો રઝળી પડયા છ.ે અમદાવાદ ડિવિઝનના એવરેજ ૧૮ હજાર જેટલા મુસાફરો ટિકીટના રિફન્ડ મેળવી રહ્યા છે. ૩૧ માર્ચ સુધીમાં કુલ ૬૯ તેટલી ટ્રેનોના રદ થતા ટિકીટો કેન્સલ કરાવવા માટે મુસાફરોમાં દોડધામ મચી છે.(૬.૨૨)

 

(3:51 pm IST)