Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ચોકીદારે દેશ સાથે કરી ગદ્દારી : સિબ્બલ

નોટબંધી અંગે કોંગ્રેસ સહિત વિપક્ષે મોદી સરકાર પર નિશાન સાધ્યું

નવી દિલ્હી તા. ૨૬ : નોટબંધી અંગે કોંગ્રેસ સહિત વિપક્ષે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ નોટબંધી અંગે કહ્યું કે, તેનાથી ભાજપને ફાયદો થયો. વડાપ્રધાને તેમના ભાષણમાં કહ્યું હતું કે, તેનાથી કાળા નાણા પર લગામ લગાવી શકાશે. પરંતુ તેઓ એ તેની પાછળનો હેતુ જણાવ્યો નહિ. તેના દ્વારા અનેક ચોકીદારોએ ગરીબોના પૈસા પોતાના ખીસ્સામાં નાખ્યા.

ઙ્ગકોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે સરકાર પર નિશાન સાધીને કહ્યું કે, ચોકીદારોએ દેશ સાથે ગદ્દારી કરી છે. નોટબંધીમાં ગરીબોને લૂંટવામાં આવ્યા. ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ બાદ પૈસા બદલવામાં આવ્યા.

નોટોને બદલવામાં બેંકો પણ સામેલ રહી. તેઓએ નોટબંધી અંગે એક ટેપ પણ જાહેર કરી. પત્રકાર પરીષદમાં તેઓએ કહ્યું કે, આજે હું તમને એક વીડિયો દેખાડીશ. આખો વિડિયો ૩૧ મિનિટનો છે.

આ પત્રકાર પરિષદમાં સિબ્બલ ઉપરાંત રણદીપ સુરજેવાલા, ગુલામ નબી આઝાદ, અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને રાજદના મનોજ ઝા અને શરદ યાદવ સામેલ હતા. કોંગ્રેસે આ વિડીયોને દેખાડીને દાવો કર્યો કે તેને નોટબંધીની તપાસ કરતી એક વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવામાં આવ્યો છે.

(3:26 pm IST)