Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ગિલાનીના જમાઈ સહિત ૧૧ હુર્રિયત નેતાઓની સંપત્તિ થશે જપ્ત

ટેરર ફંડીંગ : હાફિઝ સઈદના પૈસાથી બનાવેલી નેતાઓની પ્રોપર્ટી સરકારના નિશાના પર

નવી દિલ્હી તા. ૨૬ : રર ફંડિંગ મામલે કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતાં અલગતાવાદી નેતાઓની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. લશ્કરના ચીફ હાફિઝ સઈદના પૈસાથી બનાવેલી અલગતાવાદી નેતાઓની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે. ટેરર ફંડિંગ મામલામાં સામેલ ૧૧ અલગતાવાદી નેતાઓ સરકારના નિશાને છે.આ નેતાઓ પર આતંક ફંડિંગ દ્વારા કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવવાનો આરોપ છે. જેમાં અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના જમાઈ પણ સામેલ છે. ત્લ્ત્ અને પાકિસ્તાઈન હાઈ કમિશનના અધિકારીઓ દ્વારા દુબઈથી હવાલા ફંડિંગના માધ્યમથી આતંક માટે ફંડિંગ કરવામાં આવ્યું હતું.આ ૧૧ અલગતાવાદીઓમાં સૈયદ અલી શાહ ગિલાનીના ઙ્ગજમાઈ અલ્તાફ ફંટૂશ, નઈમ અહેમદ ખાન, ફારુક અહેમદ ડાર ઉર્ફ બિટ્ટા કરાટે, શહીદુલ અસ્લામ, પાકિસ્તાનમાં રહેતા હિઝબુલ ચીફ સૈયદ સલાઉદ્દીન, અકબર ખંડી, રાજા મેહરાજુદ્દીન, પીર સૈફુલ્લા, જહૂર અહેમદ વટાલીનું નામ સામેલ છે. મહત્વનું છે કે આ મામલે ફત્ખ્હ્ય્ સૈયદ અલી શાહ ગિલાનીના દીકરા નસીમ ગિલાની અને મીરવાઈઝર ઓમર ફારુકની પૂછપરછ કરી હતી.જે બાદ અલગતાવાદીઓની સંપત્ત્િ। પર સકંજો કસવાનો નિર્ણય લેવાયો હતો. મહત્વનું છે કે કશ્મીરમાં આતંકવાદ પર સકંજો કસવા માટે અલગતાવાદી નેતાઓની સંપત્ત્િ। જપ્ત કરવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે ટેરર ફંડિગ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) જમ્મૂ-કાશ્મીરમાં અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના દિકરા નસીમ ગિલાની અને મીરવાઇઝ ઉમર ફારૂકની પહેલા પુછપરછ કરી ચુકી છે.ઙ્ગ

ટેરર ફંડિંગ મામલે મોટી કાર્યવાહી કરતાં સરકારે અલગતાવાદી નેતાઓની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લીધો છે. લશ્કરના ચીફ હાફિઝ સઈદના પૈસાથી બનાવેલી અલગતાવાદી નેતાઓની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવશે.

(11:47 am IST)