Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

સોનિયા ગાંધી સામે ઉત્તર પ્રદેશના રાયબરેલીથી મેદાને જંગમાં મીનાક્ષી લેખીને ઉતારશે ભાજપ : જોરદાર રાજકીય ચર્ચા

 નવી દિલ્હી : ટોચના વર્તુળોના જણાવ્યા પ્રમાણે ઉત્તર પ્રદેશના રાયબરેલી ખાતેથી પ્રતિષ્ઠાનો જંગ ખેલી રહેલા કોંગ્રેસના સોનિયા ગાંધી સામે ભારતીય જનતા પક્ષ તરફથી મીનાક્ષી લેખીને ચૂંટણી જંગમાં ભાજપ ઉતારી રહેલ છે. જોકે સત્તાવાર જાહેરાત હવે પછી થશે. 

 દરમિયાન મીનાક્ષી લેખી ના નામ ઉપર ભાજપમાં ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. મીનાક્ષી લેખી ભારતીય જનતા પક્ષની રાષ્ટ્રીય પ્રવક્તા છે અને સુપ્રીમ કોર્ટની વરિષ્ઠ ધારાશાસ્ત્રી છે.

(12:00 am IST)