Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

આરટીઆઈએક્ટ હેઠળ રાજકીય પક્ષોને લાવવા અંગે ત્રણ જજોની બેન્ચ કરશે સુનાવણી

ચીફ ઈલેકશન કમિશનરના હુકમના દાયરામાં અમલ કરાવવા માગણી

:નવી દિલ્હી :એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ-એડી આર દ્વારા દાખલ કરાયેલ પિટિશન ઉપર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ દિપક ગુપ્તા અને સંજીવ ખન્નાની બનેલ ત્રણ જજોની બેન્ચ આવતીકાલે મંગળવારે સુનાવણી કરશે.:એ ડી આર એ આરટીઆઇ એક્ટ હેઠળ રાજકીય પક્ષોને લાવવા અને ચીફ ઈલેકશન કમિશનરના હુકમના દાયરામાં અમલ કરાવવા માગણી કરી છે.: આ ઉપરાંત ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ચેલેન્જ કરતી અરજીઓ ઉપર પણ સુપ્રીમ કોર્ટ આવતીકાલે મંગળવારે સુનાવણી હાથ ધરશે.

(1:29 am IST)
  • ભાજપના દિલ્હી એકમ દ્વારા લોકસભાની 7 સીટ માટે 31 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર :નવી યાદીમાં ગૌતમ ગંભીરના નામનો કરાયો સમાવેશ :રાજ્યની ભાજપની ચૂંટણી સમિતિ દ્વારા આ પહેલા બનાવેલ 21 સંભવિત ઉમેદવારોની યાદી પાર્ટી હાઇકમાન્ડે ઠુકરાવી હતી : ગૌતમ ગંભીરનું નામ નવી યાદીમાં સામેલ કરાયું છે access_time 1:21 am IST

  • જામનગરમાંથી પિત્તળનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો : વિકટોરિયા પુલ પાસે ટ્રાવેલ્સમાંથી જથ્થો ઝડપી પડાયો : જથ્થો ક્યાં થી ક્યાં મોકલાતો હતો તે અંગેની પોલીસે તપાસ હાથ ધરી : શંકાસ્પદ લાગતા બ્રાસના જથ્થાના 5થી વધુ બાચકાઓ ઝડપાયા : GST ચોરી કરવાના ઇરાદે જથ્થો મોકલતા હોવાની શકયતા (તસવીર:કિંજલ કારસરીયા, જામનગર) access_time 12:06 am IST

  • ઝારખંડમાં ભાજપને ' શૂન્ય ' પર આઉટ કરશે મહાગઠબંધન :ઝારખંડ વિકાસ મોરચાના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ કર્યો દાવો :મરાંડીએ કહ્યું કે આ વર્ષના લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન રાજ્યમાં ભાજપને હરાવશે અને શૂન્યથી આઉટ કરશે ; મહાગઠબંધન ઝારખંડની તમામ બેઠકો જીતશે access_time 1:13 am IST