Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

Jio પ્રાઇમ મેમ્બરશિપ 31 માર્ચથી પૂર્ણ થયા બાદ ગ્રાહકોને સર્વિસ નિઃશુલ્‍ક મળી શકે છે અથવા તો પૂર્ણરૂપે ખતમ થઇ જવાની શક્યતા

નવી દિલ્હીઃ રિલાયંસ જિયોએ 2016ના સેકન્ડ હાફમાં લોંચિંગ બાદ ભારતીય ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને હચમચાવી નાખી હતી. લોંચિંગના 6 મહિના સુધી ફ્રી સેવા આપ્યા બાદ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી જિયોએ રુ.99માં જિયો પ્રાઇમ મેમ્બરશિપ લોંચ કરી હતી. મેમ્બરશિપમાં એનરોલ થયા બાદ એક વર્ષ સુધી સસ્તા પ્લાન અને બીજા ફાયદાનો કંપનીએ દાવો કર્યો હતો.

એક વર્ષની જિયો પ્રાઇમ મેમ્બરશિપની શરુઆત 1 એપ્રિલ 2017થી થઈ હતી જેથી તે 31 માર્ચ 2018 સુધી વેલિડ છે. જ્યારે હવે મેમ્બરશિપ પૂર્ણ થઈ રહી છે ત્યારે આગળ શું તે સવાલ બધાને થઈ રહ્યો છે. એવામાં એવી આશા સેવવામાં આવી રહી છે કે જિયો ખૂબ નજીકના ભવિષ્યમાં નવી જાહેરાત કરી શકે છે. જોકે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી નથી. પંરતુ એવું માનવામાં આવે છે કે કંપની પ્રાઇમ મેમ્બરશિપમને કાં તો પૂર્ણરુપે ખતમ કરી શકે છે અથવા તેના ગ્રાહકોને સર્વિસ બિલકુલ ફ્રીમાં ઓફર કરી શકે છે.

ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દર વખતે એકદમ હટકે પ્લાન દ્વારા બધાને ચોંકવાનાર જિયો વખતે પણ હટકે પ્લાન લોંચ કરી શકે છે. તેવામાં ગ્રાહકો નહીં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની બધી કંપનીઓ પણ જિયોના આગામી પગલા પર ચાંપતી નજર રાખી રહી છે. જિયો દ્વારા મળતી કટ્ટર હરિફાઇના કારણે તમામ ટેલિકોમ કંપનીઓને પોતાના ડેટા અને વોઇસ પ્લાનની કિંમતોમાં ઘટાડો કરવાની ફરજી પડી રહી છે.

જિયો પ્રાઇમ મેમ્બરશિપની શરુઆત કંપનીએ પોતાની સેવા માટે પૈસા લેવાનું શરુ કર્યું ત્યારે એક કસ્ટમર્સને ટકાવી રાખવા માટે એક રોયલ્ટી પ્રોગ્રામ તરીકે કરી હતી. જોકે ત્યારબાદ યોજના લગભગ બધા માટે લાગુ પાડી દેવામાં આવી હતી કેમ કે જિયોની સત્તાવાર વેબસાઇટ પર પણ નોન પ્રાઇમ કસ્ટમર્સ માટે કોઈ જાણકારી નથી. જેનો મતલબ છે કે કંપની એક કેટેગરીમાં તમામ ગ્રાહકોને હાલ ટ્રી કરી રહી છે.

(6:09 pm IST)