Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

૭૦ કલાકથી અન્ના હઝારે ભૂખ હડતાલ ઉપરઃ પાછલા દરવાજે સરકાર મનાવે છે

નવી દિલ્હી તા.૨૬: સમાજ સેવક અન્ના હજારે ખેડૂતો સહિતના મામલે ઉપવાસ પર બેઠા છે, જેને ૭૦ કલાક પૂર્ણ થયા છે અન્નાનું વજન ૩ કિલો ઘટ્યું છે આ સામે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. સૂત્રો જણાવે છે કે, અન્નાને મનાવવા કેન્દ્ર સરકારે પાછલા બારણેથી પ્રયાસો શરૂ કર્યા છે સરકારની નીતિ એવી રહી છે કે, અન્નાને વધારે મહત્વ આપીને આ લડતને રાષ્ટ્રીયસ્તરે લઇ નથી જવી, પરંતુ પાછલા દરવાજેથી મનાવીને લડત પૂર્ણ કરાવવી.

અન્ના સાથે રહેલા લોકોની તબીયત પણ બગડવા લાગી છે જો કે, રવિવારે પણ લડત સ્થળે ભીડ ન ઉમટતા લડતના રણનીતિકારો ચિંતિત બન્યા છે.(૧.૨૫)    

(3:52 pm IST)