Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

નાના વેપારીઓને માસિક રિટર્નમાંથી મુકિત મળશેઃ વર્ષમાં ૨ જ રિટર્નની પોલિસી આવી રહી છે

નવી દિલ્હી તા. ૨૬ : સતત છ મહિના દરમિયાન શૂન્ય કર જવાબદારી ધરાવતા કારોબારીઓએ વર્ષમાં માત્ર બે વખત જ રિટર્ન ફાઈલ કરવા પડે તે અંગેની દરખાસ્તને જીએસટી કાઉન્સિલ ટૂંક સમયમાં મંજૂરી આપશે. આ નિર્ણય અમલી બનતાં જ નાના કારોબારીઓને દર મહિને રિટર્ન ફાઈલ કરવાની સમસ્યામાંથી મુકિત મળશે. તાજેતરના આંકડા અનુસાર જીએસટી હેઠળ ભરાતા કુલ રિટર્નમાંથી આશરે ૪૦ ટકામાં કરની જવાબદારી શૂન્ય હોય છે. રિટર્ન ફાઈલિંગની પ્રક્રિયાને સરળ બનાવવાની કામગીરી પૂર્ણ થયા બાદ આવા કારોબારોને માસિક ધોરણે રિટર્ન ફાઈલ કરવાની ઝંઝટમાંથી મુકિત મળશે.

નાણાં મંત્રી અરૂણ જેટલી અને રાજયોના નાણાં મંત્રીઓની બનેલી જીએસટી કાઉન્સિલ આગામી બેઠકમાં જીએસટી રિટર્ન ફોર્મ્સને સરળ બનાવવાની અંગેની દરખાસ્ત પર વિચારણા કરશે. મહેસૂલ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી દરખાસ્ત અનુસાર રિટર્ન ફાઈલિંગની તારીખને વિવિધ તબક્કામાં વહેંચી દેવાશે. (૨૧.૨૦)

(12:54 pm IST)