Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ડેટા લીક કરવાથી થશે ૫ થી ૭ વર્ષની સજાઃ દોઢ મહિનામાં કાયદો આવશે

કેન્દ્ર સરકાર આ દિશામાં તેજીથી કામ કરી રહી છેઃ ડિસેમ્બર સુધીમાં પાસ થશે બિલઃ એકટથી સર્વિસ પ્રોવાઇડરની મનમાની પર લાગશે ડેટા પ્રોટેશન લગામઃ જવાબદારી પણ નક્કી થશે

નવી દિલ્હી તા. ૨૬ : ડેટા લીક મામલે સરકાર મોટો નિર્ણય લેશે. આવનારા દિવસોમાં ડેટા લીક કરનાર અથવા યુઝરની મંજુરી વગર ડેટા શેર કરનારને પાંચથી સાત વર્ષની સજા અને ભારે દંડ ફટકારાશે. ફેસબુક અને નરેન્દ્ર મોદી એપથી ડેટા લીક થવાના મામલા સામે આવ્યા બાદ કેન્દ્ર સરકાર સફાળુ જાગ્યુ઼ છે. ડેટા પ્રોટેકશન એકટનો ડ્રાફટ ૧૫ મે પહેલા નિર્માણ થશે.

સુચના પ્રોદ્યોગિકી મંત્રાલયનું માનવું છે કે, ડિસેમ્બર સુધી તેને સંસદમાંથી પસાર કરાવાશે. આ કાયદાથી સર્વિસ પ્રોવાઇડરની મનમાની પર લગામ લાગશે અને તેની જવાબદારી નક્કી થશે.

સુચના પ્રોદ્યોગિક મંત્રાલયનું માનવું છે કે ડિસેમ્બર સુધીમાં આ અંગેનો કાયદો બનાવી બિલ પાસ કરાવવામાં આવશે. આ એકટના સર્વિસ પ્રોવાઈડરની મનમાની પર લગામ લાગશે અને તેની જવાબદારી પણ નક્કી થશે.

ડેટા પ્રોટેકશન એકટ માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બી.એન.શ્રીકૃષ્ણાની અધ્યક્ષાતામાં કમિટીની રચના કરવામાં આવશે. કમિટીએ જાન્યુઆરી સુધીમાં ૪ મોટાં શહેરોમાં સર્વે પણ કર્યો હતો. જો કે બાદમાં તેમનું કામ ધીમી પડી ગયું હતું.

મંત્રાલયના અધિકારીના જણાવ્યા મુજબ, દોઢ માસમાં ડ્રાફટ તૈયાર થઈ જશે. મેના અંતિમ સપ્તાહમાં ડ્રાફટને કેબનિટે સમક્ષ રજૂ કરાશે. સંસદના મોનસૂન સત્રમાં આ બિલને સંસદીય પટલ પર રાખવામાં આવશે. સ્ટેન્ડિંગ કમિટીમાંથી પાસ થયા બાદ શિયાળુ સત્રમાં તેને સંસદમાંથી પાસ કરાવવામાં આવશે.

 મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, યુઝરની ડેટા સેફટીને ધ્યાનમાં રાખીને ડેટા પ્રોટેકશન એકટના ડ્રાફટમાં અને મોટી જોગવાઈ કરવામાં આવશે. એકટમાં સજા ઉપરાંત યુઝરના ડેટા લીક થવા અંગે સંબંધિત કંપની પર પાંચથી આઠ લાખનો દંડ પણ લગાવવામાં આવી શકે છે. આવા મામલો સુનાવણી માટે અલગથી સંસ્થા પણ બનશે. જે કમીશનના સ્તરે હશે.

 આ તમામ વાતો ડ્રાફટનો મુખ્ય ભાગ હોય શકે છે, પરંતુ સંસદમાં પાસ થતાં સુધીમાં અનેક બદલાવ થવાની પૂરેપૂરી સંભાવના છે.જો કોઈ યુઝર કોઈ પ્રકારનો ડેટા જાહેર કરવા માટે તૈયાર પણ થઈ જાય છે તો કંપનીને પોતાની પોલિસીમાં જણાવવું પડશે કે આ ડેટાનો કયાં અને શું ઉપયોગ થઈ રહ્યો છે.

 જો કંપની થર્ડ પાર્ટીને ડેટા આપવાની નીતિ બનાવે છે તો તેને થર્ડ પાર્ટીના નામની સાથે સાથે ડેટા શેરીંગનું કારણ પણ જણાવવું પડશે. થર્ડ પાર્ટીના ડેટા શેર કરવા માટે યુઝરની અલગથી સ્વીકૃતિ લેવી પડશે. યુઝરની પાસે આપવામાં આવેલાં ડેટાને ભવિષ્યમાં ડિલીટ કરાવવાનો અધિકાર પણ હશે. કાયદો છે પરંતુ હજુ સુધી કોઈજ ધરપકડ થઇ નથી.(૨૧.૧૫)

(11:56 am IST)