Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

એરપોર્ટમાં 135ની ચા અને 180ની કોફીની કિંમત સાંભળીને હું ડરી ગયો, કે પછી શું આઉટડેટેડ છું ?:ચિદમ્બરમનું ટ્વીટ

ચેન્નાઇ એરપોર્ટ પર ચિદમ્બરમે ચા -કોફીના ભાવ મુદ્દે કર્યો કટાક્ષ :કેટલાકે કહ્યું તેઓ કઈ દુનિયા રહે છે

ચેન્નઈ: દેશના પૂર્વ નાણાં મંત્રી પી ચિદમ્બરમ ચાની કિંમત સાંભળીને એટલા ચોકી ઉઠ્યા કે તેમણે ઓર્ડર જ કેન્સલ કરી દીધો.તેમણે ટ્વીટ કરી કે આટલી મોંઘી ચા કોણ પીવે છે. જવાબ સાંભળીને પી ચિદમ્બરમ પણ આશ્ચર્યજકિત થયા વિના ન રહી શક્યા. દુકાનદારે કહ્યું કે, આ રેટ પર ચા-ફોફી પીનારા ઘણા છે તે પછી ચિદમ્બરમે કહ્યું કે, શું તેઓ આઉટટેડેટ થઈ ગયા છે. ચિદમ્બરમના આ સ્ટેટમેન્ટને મોંઘવારી પર વર્તમાન સરકાર પર કટાક્ષ કર્યો હતો આ ઘટના ચેન્નઈ એરપોર્ટની છે. રવિવારે સવારે ચિદમ્બરમ ચેન્નઈ એરપોર્ટ પર હતા, ત્યારે આ ઘટના બની હતી .

  કોંગ્રેસના નેતાએ ચેન્નઈ એરપોર્ટ પર ચા અને કોફીની કિંમતોને લઈને એક ટ્વીટ કરી. તેમણે કહ્યું કે, કોફી અને ચાની કિંમતો જોઈને હું ડરી ગયો છું. તેમણે ટ્વીટ કરી કે, 135 રૂપિયાની ચા અને 180 રૂપિયાની કોફીની કિંમત સાંભળીને હું ડરી ગયો કે પછી કદાચ આઉટડેટેડ પણ છું.

  ચિદમ્બરમે ટ્વીટ કર્યું કે, ‘ચેન્નઈ એરપોર્ટ પર કોફી ડેમાં મેં ચા ઓર્ડર કરી. ગરમ પાણી અને ટી બેગ, કિંમત 135 રૂપિયા. ભયાનક, મેં ના પાડી દીધી. હું સાચો છું કે ખોટો?’ તે પછી તેમણે વધુ એક ટ્વીટ કરી, ‘કોફીની કિંમત 180 રૂપિયા. મેં પૂછ્યું કોણ ખરીદે છે? જવાબ હતો ઘણા બધા લોકો’, શું હું આઉટડેટેટ છું?’

  ચિદમ્બરમની આ ટ્વીટસ પર લોકોએ મજા પણ લીધી અને તેમને પૂછ્યું કે, તેઓ કઈ દુનિયામાં રહે છે. ઉલ્લેખનીય છે કે, હવાઈ મુસાફરી કરનારા લોકો ઘણી વખત એરપોર્ટ પર વધુ પડતા ભાવ લેવાતા હોવાની ફરિયાદ કરતા રહે છે. એરપોર્ટ પર વેચાતી ચા, કોફી અને સ્નેક્સની કિંમતો બજાર કરતા ઘણી વધારે હોય છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, પી ચિદમ્બરમ માટે વ્યક્તિગત રીતે હાલમાં સ્થિતિ પ્રતિકૂળ ચાલી રહી છે. તાજેતરમાં જ આઈએએક્સ મીડિયા કેસમાં કાર્તિ ચિદમ્બરને જામીન મળ્યા છે, પરંતુ તેમને દેશ છોડીને બહાર જવાની મનાઈ ફરમાવાઈ છે.

(12:00 am IST)