Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

વીમા પોલિસી સાથે આધાર જોડવાની મુદત સુપ્રીમકોર્ટના ચુકાદા સુધી વધારાઈ

નવી પોલિસી લેનારે છ મહિનામાં પોતાની આધાર સંખ્યા,પાનનંબર અથવા ફોર્મ-60ને જમા કરાવવા પડશે

નવી દિલ્હી: વીમા પોલિસી સાથે આધાર જોડવાની મુદતમાં વધારો થયો છે હવે સુપ્રીમકોર્ટનો નિર્ણ્ય આવે ત્યાં સુધી મુદત વધારાઈ છે સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં દાખલ રિટ અરજીને લઇને 13 માર્ચે આપેલા આદેશમાં વિવિધ યોજનાઓની સાથે આધાર નંબર જોડવાની સમયસીમાને આ સંબંધમાં અંતિમ સુનાવણી થવા પર ચુકાદો આવવા સુધી વધારી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશને જોડી ઇરડાએ વિમા પોલીસીઓની સાથે આધાર સંખ્યા જોડવાની સમય સીમાને 31 માર્ચથી આગળ અનિશ્વિત કાળ સુધી વધારી દીધી છે. 
  વિમા નિયામકે વિમા કંપનીઓને જારી કરવામાં આવેલા એક સર્કુલેશનમાં કહ્યું, 'હાલની વિમા પોલીસિઓના મામલામાં એની સાથે આધાર સંખ્યાને જોડવાની અંતિમ તારીખ આ મામલાની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂરી થવા અને ચુકાદો આવે ત્યાં સુધી વધારવામાં આવે છે.' જ્યાં સુધી નવી વિમા પોલિસીની વાત છે, તો વિમા પોલિસી ખરીદદાકને એમના ખાતા શરૂ થવાને લઇને 6 મહિનાની અંદર પોતાની આધાર સંખ્યા, પેન અથવા ફાર્મ 60ને વિમા કંપનીમાં જમા કરાવવી પડશે. 
  નિયમો હેઠળ પ્રવાસી ભારતીય પોલિસી ધારકને આધાર નંબર નહીં હોવાને કારણે પોતાની પોલિસી પરત આપવી જરૂરી નથી. આધાર નંબર ના હોવાની સ્થિતિમાં પ્રવાસી ભારતીય, ભારતીય મૂળ વ્યક્તિ, વિદેશી નાગરિક્તા પ્રાપ્ત ભારતીય મની લોન્ડ્રિંગ રોધી કાયદામાં દેખાડવામાં આવેલા કોઇ પણ કાયદેસર દસ્તાવેજને જમા કરાવી શકે છે. 

 

(12:00 am IST)