Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

મારા પિતાનું નામ આત્મહત્યા નહીં, સ્લો મર્ડર છે

સાંસદ મોહન ડેલકરના પુત્રનો આક્ષેપ

મુંબઇ, તા. ર૬ :  કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરનું રર ફેબ્રુઆરીએ મુંબઇના મરીન ડ્રાઇવની એક હોટલમાં રહસ્યમય રીતે મોત થયું હતું. હવે આ ઘટના અંગે સાંસદના પરિવારનો આક્ષેપ છે કે એ આત્મહત્યા નહીં પણ સ્લો મર્ડર છે. સાંસદે એક લાંબી સુસાઇડ નોટમાં સ્થાનિક અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. બુધવારે એક અખબાર સાથે વાત કરતા તેના પુત્ર અભિનવ ડેલકરે જણાવ્યુ કે તેના પિતાએ આ બાબતે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહને પણ પત્ર લખ્યો હતો. એટલું જ નહીં ગયા વષ્ર્ેા સંસદમાં પણ તેમણે પોતાની આપવીતી કહી હતી પણ કોઇએ તેમની વાત સાંભળી નહીં.

અભિનવે જણાવ્યું કે તેના પિતાએ તેને કહ્યું હતું કેત ેઓ સ્થાનિક લોકો અને આદિવાસીઓ માટે જે કામ કરે છે તેના માટે તેને હેરાન કરવામાં આવે છે. તેણે દાદરા અને નગરહવેલીના અધિકારીઓના કેટલાક નામોનો ખુલાસો કર્યો છે. અભિનવે કહ્યું કે પ્રફુલ્લ પટેલ (ગુજરાતના ભૂતપૂર્વ, ગૃહપ્રધાન),  કલેકટર સંદિપકુમારસિંહ, પોલીસ અધીક્ષક, શરદ દરાડે, પોલીસ નાયબ અધિક્ષક મનસ્વી જૈન, ડેપ્યુટી કલેકટર અપૂર્ણ શર્મા અને એક અન્ય અધિકારી જેમનું નામ તેને યાદ નથી.

પિતાના મોત અંગે વાત કરતા તેણે કહ્યું કે તેના પિતા આવું પગલું ભરે તે માનવામાં નથી આવતુ કેમકે તે દિવસે સિલવાસામાં તેમની જનતાદળ (યુ) ના પ્રતિનિધિઓ સાથે મીટીંગ હતી. અમને એ પણ નથી ખબર કે અચાનક તેઓ મુંબઇ શા માટે ગયા, અમને આશા છે કે મુંબઇ પોલીસ આ કેસમાં સરસાઇ શોધી કાઢશે.

(3:15 pm IST)