Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ડિજિટલ મીડિયામાં હલચલ : નવી ગાઈડલાઇનમાં ફરિયાદકર્તા અને જજ બંનેની ભૂમિકામાં સરકાર!

કેટલાકે આને ફ્રિડ ઓફ સ્પીડ પર ચોકીદારી લગાવવાની કવાયત સમાન ગણાવ્યું

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ડિજિટલ ન્યૂઝ મીડિયા પ્લેટફોર્મ અને ઓટીટી માટે નવી ગાઈડલાઈન્સને લઈને આવ્યા છે. સરકારે આને ડિજિટલ મીડિયા એથિક્સ કોડ નામ આપ્યું છે.

 આ વચ્ચે સરકારે પ્રસ્તાવિત કાયદો અને ગાઈડલાઈન્સ પર ડિજિટલ કન્ટેન્ટ બનાવનાર અને તેના સાથે જોડાયેલા લોકોની પ્રતિક્રિયા આવી રહી છે, અનેક પબ્લિશર સરકારના દ્રષ્ટિકોણ ઉપર પ્રશ્ન ઉઠાવી રહ્યાં છે તો કેટલાક આને ફ્રિડ ઓફ સ્પીડ પર ચોકીદારી લગાવવાની જેમ જોઈ રહ્યાં છે.

અસલમાં આ ગાઈડલાઈનના દાયરામાં Facebook, Twitter, instagram જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, Netflix, Amazon Prime, Hotstar જેવા OTT પ્લેટફોર્મ્સ અને કેટલીક વેબસાઈટ્સ આવશે.

સરકારની ગાઈડલાઈન્સ પર ધ વાયર ફાઉન્ડિંગ એડિટર સિદ્ધાર્થ વરદરાજને પ્રેસની આઝાદી સાથે જોડી છે. તેઓ કહે છે કે, “ડિજિટલ ન્યૂઝ પબ્લિશર પર નાખવામાં આવી રહેલો ભાર, બોલવાની આઝાદી (અને આવી રીતે પ્રેસની સ્વતંત્રતા) પર પ્રાથમિક પ્રતિબંધોથી પણ વધારે છે. ડિજિટલ પબ્લિશર પહેલાથી જ આર્ટિકલ 19ના પ્રતિબંધોથી આધીન છે અને તેમના વિરૂદ્ધ દાખલ અનેક માનહાનિના કેસ તે વાતને પૂરવાર કરે છે કે, ડિજિટલ મીડિયાને વિનિયમિત કરવા માટે વર્તમાન કાયદાઓનો ઉપયોગ (દૂરપયોગ) કેવી રીતે કરવામાં આવે છે.”

ગાઈડલાઈન્સ અનુસાર ડિજિટલ મીડિયાના પ્રેસ કાઉન્સિલને માત્ર ટીવી એક્ટના નિયમોનું પાલન કરવાનું રહેશે. શ્રી લેવલ ફરિયાદ નિવારણ સિસ્ટમ બનાવવી પડશે. રિટાયર્ડ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ જજ અથવા કોઈ ખુબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિવાળી સેલ્ફ રેગ્યુલેશન બોડી બનાવવી પડશે અને સાથે જ સરકાર એવી કોઈ સિસ્ટમ બનાવે જે ઓવરસાઈટ કરશે.

આના પર સિદ્ધાર્થ કહે છે, ભારતીય બંધારણ મીડિયા દ્વારા પ્રકાશિત સામગ્રીની યોગ્યતા અંગે નિર્ણય લેવાની શક્તિ કાર્યકારીઓને આપતું નથી. અમલદારશાહીની એક inter-ministerial committeeને તે વાત પર નિર્ણય લેવાની શક્તિ આપે છે કે, કોઈપણ મીડિયા પ્લેટફોર્મ પર શું છપાવવાનું છે અને શું નહીં, અને તે વાત પર નિર્ણય કરવો કે અધિકારીઓની ફરિયાજો માટે પર્યાપ્ત રૂપમાં જવાબ આપ્યો છે કે નહીં. આ મુદ્દાની કાયદામાં કોઈ જ જગ્યા નથી અને ભારતમાં પ્રેસની આઝાદીને ખત્મ કરવા જેવી છે”

તેમણે કહ્યું, “હાલના કાયદાઓ ભારતમાં પ્રેસની સ્વતંત્રતા પરના વાજબી પ્રતિબંધોને પહેલાથી જ વ્યાખ્યાયિત કરે છે અને કોઈપણ વાચક અથવા સરકારી અધિકારી ફરિયાદ સાથે કાનૂની ઉપાય મેળવવા માટે સ્વતંત્ર છે.

મીડિયાનામાના ફાઉન્ડર નિખિલ પહવા કહે છે, “કેન્દ્રીય મંત્રી જાવડેકરે સ્ટ્રીમિંગ સેવાઓને વિનિયમિત કરવા માટે કોઈ સાર્જનિક પરામર્શ કર્યું નથી. સ્ટ્રીમિંગ સર્વિસ માટે એક સેલ્ફ રેગ્યુલેટરી કોડ પહેલાથી જ બનાવેલો છે. સ્ટ્રીમિંગ સર્વિસના રેગ્યુલેશન માટે સરકાર પાસે કાયદાકીય આધાર નથી. તેઓ આઈટી અધિનિયમ અથવા કેબલ અને ટીવી અધિનિયમ હેઠળ ઓનલાઈન કન્ટેનન્ટ રેગ્યુલેટર કરી શકાય નહીં.”

નિખિલ કહે છે, જે ગેરકાયદેસર છે જે પહેલા જ ગેરકાયદેસર છે. આને નિયંત્રિત કરવા માટે કાયદો છે. રેગ્યુલેટરી કોડ અતિરિક્ત ભાર નાખે છે જે અનાવશ્યક છે. તે ઉપરાંત પ્રિન્ટના ફાઉન્ડર શેખર ગુપ્તા કહે છે, “જે ગેરકાયદેસર છે, તેને પહોંચીવળવા માટે પર્યાપ્ત કાયદાઓ અને કાર્યકારી શક્તિ પણ છે.

ઈન્ડિયન એક્સપ્રેસે પોતાના એડિટોરિયલમાં તે બતાવવાની કોશિશ કરી છે તે, સરકારના આ નવા કાયદાઓમાં તે પોતે જ ફરિયાદ કર્તા અને જજની ભૂમિકામાં આવી શકે છે. રેગ્યુલેશન માટે બનાવવામાં આવેલી ત્રણ લેવલની ગાઈડલાઈનમાં એક મોનિટરિંગ તંત્રની વાત છે, જેમાં ફરિયાદોની સુનાવણી માટે એક અંતર-વિભાગીય સમિતિ સામેલ છે- પ્રભાવી રૂપે તે સુનિશ્ચિત કરવા માટે કે સરકાર પાસે ફરિયાદ કરવાનો અધિકાર પણ છે અને અધિકારને લાગુ કરવાનો પણ. તે ઉપરાંત હસ્તક્ષેપ માટે સીમા સ્પષ્ટ રૂપથી પરિભાષિત નથી. તેથી પરિભાષાઓમાં આ અસ્પષ્ટતાનો સરળતાથી દુરપયોગ કરવામાં આવી શકે છે.

સૂત્રો અનુસાર, મત્રાલય ટૂંક જ સમયમાં એક ફોર્મ રજૂ કરશે જેને બધા જ ડિજિટલ ન્યૂઝ આઉટલેટને એક મહિનાની અંદર મંત્રાલયમાં ભરીને જમા કરવાના રહેશે

(2:24 pm IST)