Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

દિલ્હી સરકારી ઓફિસોમાં ઇ-વાહનનો ઉપયોગ કરનાર પહેલુ રાજ્ય બનશે : ૬ મહિનામાં ૨ હજાર વાહનો બદલાશે : આદેશ અપાયો

નવી દિલ્હી તા. ૨૬ : સરકારના તમામ વિભાગો અને સંસ્થાનોમાં હવે ફકત ઈલેકિટ્રક વાહનોનો જ ઉપયોગ થશે. લીઝ હાયર અંતર્ગત સંચાલિત થનારા હાલના વાહનો(પેટ્રોલ, ડીઝલ અને સીએનજી) છ મહિનામાં ઈલેકિટ્રક વાહનોમાં તબ્દીલ કરી દેવામાં આવશે. હાલમાં દિલ્હી સરકારની ઓફિસોમાં લગભગ ૨૦૦૦ વાહનોનો કાફલો છે. દિલ્હી સરકરના નાણા વિભાગ તરફથી ગુરૂવારે આ સંબંધમાં આદેશ જારી કરી દેવામાં આવ્યો છે.

ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું સપનું દિલ્હીમાં ઈલેકિટ્રક વાહન રાજધાની બનાવવાનું છે. જેને પુરૂ કરવા જઈ રહ્યા છીએ. દિલ્હી ભારતનું જ નહીં બલ્કી પુરી દુનિયાનો પહેલું રાજય હશે. જયાં તમામ સરકારી વિભાગોમાં ફકત ઈલેકટ્રીક વાહનોના ઉપયોગના નિર્દેશ આપવામાં આવશે. આ પગલા પ્રદૂષણને કાબૂમાં કરવામાં ઘણી મદદ મળશે. એટલું જ નહીં જળવાયુ પરિવર્તન અને પર્યાવણ સાથે જોડાયેલા પડકારોને ધ્યાનમાં રાખી સરકાર તરફથી ઉઠાવવામાં આવેલું આ મોટું પગલું છે.

સિસોદિયાએ કહ્યું કે સ્વિચ દિલ્હી અભિયાનના ત્રીજા અઠવાડિયામાં નાણા વિભાગ તરફથી આ સંબંધમાં આદેશ જારી કરી દેવાથી ઈલેકિટ્રક વાહનોને ઘણું પ્રોત્સાહન મળવાની આશા છે. આ વાહનોની ખરીદી, ભાડુ અથવા લીઝ પર લેવા માટે જેમ પોર્ટલ અથવા કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગ અંતર્ગત પીએસયૂ ઈઈએસએલનો ઉપયોગ કરવામાં આવશે. પહેલીવાર વાહનોની ખરીદી માટે નાણા વિભાગની પરવાનગી ફરજિયાત છે. જો કે હાલના અનુબંધના વિસ્તાર માટે આ પરવાનગી જરુરી નથી.

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હી સરકારના તમામ વિભાગો, સ્વાયત સંસ્થાઓ તથા અનુદાન પ્રાપ્ત સંસ્થાઓમાં સંચાલિત તમામ વાહનો માટે ઈલેકિટ્રક હોવાથી દિલ્હીમાં પર્યાવરણને યોગ્ય કરવામાં મદદ મળશે. આ માટે પરિવહન વિભાગને નોડલ એજન્સી બનાવવામાં આવી છે.

(12:54 pm IST)