Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અમેરિકાએ સીરિયામાં ઇરાની સમર્થિત મિલિશયાના અડ્ડા પર કરી એરસ્ટ્રાઇક

એર સ્ટ્રાઇક ઇરાનમાં હાલમાં થયેલા રોકેટ હુમલાના જવાબમાં કરવામાં આવી છે

વોશિંગ્ટન તા. ૨૬ : અમેરિકાએ આજે સિરિયામાં એક હવાઇ હુમલાને અંજામ આપ્યો છે. બે અધિકારીઓએ રોયટરને જણાવ્યું કે ઈરાકમાં અમેરિકન ઠેકાણાની વિરુદ્ઘ રોકેટ હુમલાની પ્રતિક્રિયા છે. મનાઈ રહ્યુ છે કે અમેરિકાએ આ હવાઈ હુમલો ઈરાન સમર્થિત મિલિશિયાના ઠેકાણા પર કર્યો છે. અધિકારીઓના નામ ન છાપવાની શરત પર જણાવ્યું કે આ એર સ્ટ્રાઈકને રાષ્ટ્રપતિ જે બાઈડને મંજૂરી આપી હતી. સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર અત્યાર સુધી પેન્ટાગોને આ મામલા પર કોઈ જવાબ નહોંતો આપ્યો.

એક અધિકારીએ કહ્યું કે આ એર સ્ટ્રાઈક ઈરાનમાં હાલમાં થયેલા રોકેટ હુમલાના જવાબમાં કરવામાં આવી છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી નુકસાનની સાથે કોઈ અમેરિકન કેઝયૂલ્ટી હોવાની કોઈ જાણકારી મળી શકી નહોતી. ગત કેટલાક વર્ષોમાં અનેક વાર કાઉન્ટર અમેરિકન સેન્ય હુમલા થયા છે.

૨૦૧૯ના અંતમાં અમેરિકન સેનાએ રોકેટ હુમલાઓના જવાબમાં ઈરાક અને સીરિયામાં કટિબ હિજબુલ્લાહ મિલિશિયા ગ્રુપની વિરુદ્ઘ મોટા હુમલા કર્યા. એર સ્ટ્રાઈક બાદ અમેરિકન રક્ષા સચિલ લોયડ આસ્ટિને કહ્યું કે હું આશ્વસ્ત છુ કે જે ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ શિયા આતંકવાદી દ્વારા કરવામાં આવી રહ્યા હતા. જેણે હુમલા કર્યા હતા.

આ પહેલા પેંટાગનના પ્રવકત જોન કર્બીએ કહ્યું કે અમેરિકન કાર્યવાહી એક સેન્ય પ્રતિક્રિયા હતી. જેમાં કુટનીતિક ઉપાયોને ધ્યાનમાં રાખતા સહયોગિઓની સાથે સલાહ સૂચન પણ લીધા છે. ત્યારે નોટ્રે ડેમ લો સ્કૂલમાં પ્રોફેસર મેરી એલન ઓકોનેલના અમેરિકન હુમલાના આંતરરાષ્ટ્રીય કાયદાનાં ઉલંઘન રુપમાં આલોચના કરી.

ઈરાકમાં અમેરિકાએ ૨૫૦૦ કર્મીઓ સુધી સીમિત કરી દીધું છે. હવે ઈસ્લામિક સ્ટેટ ગ્રુપની વિરુદ્ઘ ચાલી રહેલા અભિયાનોમાં ઈરાકી દળોની સાથે યુદ્ઘ અભિયાનોમાં ભાગ નથીં લઈ રહ્યા. ઉલ્લેખનયી છે કે પોતાના સરયા અવલિયા અલ -દમ કહેનારા શિયા આતંકવાદી ગ્રુપના ૧૫ ફેબ્રુઆરીના હુમલાની જવાબદારી લીધી હતી.  એક અઠવાડિયા બાદ બગદાદના ગ્રીન જોનમાં એક રોકેટ હુમલામાં અમેરિકન દૂતાવાસ પરિસરને નિશાન બનાવ્યું હતુ. પરંતુ કોઈને કોઈ હાની પહોંચી નહોતી.

(11:34 am IST)