Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ઉધમપુરમાં એક સૈનિકની ધરપકડ : પાકિસ્તાનને ડેટા શેર કરવાનો આરોપ : પૂછપરછ -તપાસ ચાલુ

હવાલદાર પર પાકિસ્તાની હેન્ડલરોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં વર્ગીકૃત ડેટા શેર કરવાનો આરોપ

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં આર્મીના નોર્દન કમાન્ડ હેડક્વાર્ટર ખાતે સ્થિત ઇનફેન્ટ્રી રેજિમેન્ટના એક સૈનિકની પાકિસ્તાનમાં વર્ગીકૃત ડેટા શેર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલ હવાલદાર પંજાબનો છે. ધરપકડ બાદ જવાનની પૂછપરછ કરવામાં આવી રહી છે. હવાલદાર પર પાકિસ્તાની હેન્ડલરોને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં વર્ગીકૃત ડેટા શેર કરવાનો આરોપ છે. આ મામલાની તપાસ ચાલુ હોવાનું સંબંધિત સૂત્રોએ જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આ ડેટા શેર કર્યા પછી સૈનિકોની સુરક્ષાને અસર થઈ શકે છે.

બીજી તરફ, બુધવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર થયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, અહીં વધુ 2-3 આતંકવાદીઓના છુપાયા હોવાની સંભાવના છે.

કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે આ ખૂબ ગાઢ જંગલ છે, જોકે, આતંકવાદીઓ સૈનિકો દ્વારા માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી અંગેની માહિતી બાદ આ વિસ્તારમાં ઘેરાબંધી કરી હતી અને સર્ચ ઓપરેશન શરૂ થયા બાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળ સ્થળ પર પહોંચતાંની સાથે જ આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયુંછે 

(1:09 am IST)