Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

પીએમ મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કેવડિયાના મહેમાન બનશે: 5 અને 6 માર્ચે DG કોન્ફરન્સનું આયોજન

વડાપ્રધાન મોદી 5 માર્ચે કેવડિયા આવશે અને રાત્રી રોકાણ કરશે. 3 તારીખે બપોર સુધીમાં અધિકારીઓ આવશે :સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સીધા ટેન્ટ સિટી ખાતે પહોંચશે

અમદાવાદ : વડાપ્રધાન  મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનવા જઇ રહ્યા છે. કેવડિયા ખાતે ટેન્ટ સિટી ખાતે આગામી 3થી 6 માર્ચ દરમિયાન રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સ યોજાવાની છે. જેનો એક સૂચિત કાર્યક્રમ નક્કી થયો છે. વડાપ્રધાન મોદી 5 માર્ચે કેવડિયા આવશે અને રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે રાષ્ટ્રીય ડીજી કોન્ફરન્સના સમાપન સમારોહમાં હાજરી આપશે

 . આ કાર્યક્રમને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ છોટાઉદેપુર ખાતે મંજુરી આપી હતી. આ ડીજી કોન્ફરન્સ અંગે ગત્ત સપ્તાના દેશના આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણે કેવડિયાની મુલાકાત લીધી હતી.

હેલિકોપ્ટર દ્વારા સીધા જ કેવડિયા કોલોની હેલિકોપ્ટર ખાતે આવીને તેઓને હેલિપેડથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર જોઇને ટેન્ટ સિટી હોલ સહિતના તમામ સ્થળોનું નિર્દેશન કર્યું હતું.

આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેની મુલાકાત લઇને તંત્રની સજ્જતાનો તાગ મેળવ્યો હતો. કેવડિયા ખાતેની ટેન્ટ સિટી ખાતે કોન્ફરન્સ યોજાશે અને સંરક્ષણ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને ડિફેન્સના ઉચ્ચ અધિકારીઓ ટેન્ટ સિટી-1 ખાતે રોકાણ કરશે. 4 દિવસોમાં આ વિસ્તાર બિલકુલ બંધ કરી દેવાશે.

(12:25 am IST)