Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ઇમરાન ખાનને જોવા પડશે કપડા દિવસો

FATFના ગ્રે લિસ્ટમાં જ રહેશે પાકિસ્તાન

ફાઇનેન્શિયલ એકશન ટોસ્ક ફોર્સ(FATF)ની પેરિસમાં થયેલી ઓનલાઇન બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાની મહોર લાગી ગઇ છે : આતકંવાદીઓ વિરદ્ઘ નથી થઇ કોઇ કાર્યવાહી

પેરિસ,તા. ૨૬: ગુરૂવારે સાંજે જાહેર થયેલા એક નિવેદનમાં FATFએ જણાવ્યું કે, પાકિસ્તાની સરકાર આતંકવાદ વિરૂદ્ઘ ૨૭ સૂત્રીય એજન્ડામાંથી ત્રણને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી છે. FATFએ પણ કહ્યું કે, પાકિસ્તાને સંયુકત રાષ્ટ્રને પ્રતિબંધિત આતંકવાદીઓ વિરૂદ્ઘ પણ કોઇ ઠોસ કાર્યવાહી નથી કરી.

FATFનું કહેવું છે કે, પાકિસ્તાનને તમામ ૧૨૬૭ અને ૧૩૭૩ નામચીન આતંકવાદીઓ વિરૂદ્ઘ નાણાકિય પ્રતિબંધોને સારી રીતથી અમલીકરણ કરવું જોઇએ. FATFએ એમ પણ કહ્યું કે, પાકિસ્તાનને પોતાની રણનીતિક રીતે મહત્વપૂર્ણ ખામીઓ દૂર કરવા માટે પોતાના કાર્ય યોજનામાં બાકી ત્રણ બિંદુઓને લાગૂ કરવા પર કામ કરવાનું ચાલુ રાખવું જોઇએ.

FATFએ કહ્યું કે, પાકિસ્તાને આજ સુધી અમારાર ૨૭ કાર્યયોજનાઓમાંથી માત્ર ૨૪ના જ પૂર્ણ કર્યા છે. હવે આને પૂર્ણ કરવામાં સમય માર્યાદા ખતમ થઇ ચૂકી છે. એટલા માટે FATF જૂન ૨૦૨૧ સુધી પાકિસ્તાનને તમામ કાર્યયોજનાઓને પૂર્ણ કરવાની અપીલ કરે છે.

પાકિસ્તાની મીડિયા ડોને FATFના કવર કરનારા એક પત્રકારના હવાલાથી કેટલાક દિવસો પહેલા કહેવામાં આવ્યું હતું કે, યૂરોરીય દેશો, વિશેષ રીતે યજમાન ફ્રાંસને, FATFના પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં બનાવી રાખવાની માંગ કરી છે અને આ વલણ અપનાવ્યું છે કે ઇસ્લામાબાદ દ્વારા તમામ બિંદુ સમગ્ર રીતે લાગૂ નથી કરાયા. તેમણે કહ્યું કે, અન્ય યૂરોપીય દેશ પણ ફ્રાંસનું સમર્થન કરી રહી છે. તેમણે કહ્યું કે, અન્ય યૂરોપીય દેશ પણ ફ્રાંસનું સમર્થન કરી રહી છે. તેમણે કહ્યું કે, કાર્ટૂન મુદ્દે પર ઇસ્લામાબાદની હાલની પ્રતિક્રિયાથી ફ્રાંસ ખુશ નથી.

પાકિસ્તાનને FATFના ગ્રે લિસ્ટમાં સામેલ થવાના કારણે અંદાજિત ૩૮ અરબ ડોલર(૨૭,૫૨,૭૬,૧૮,૦૦,૦૦૦ રૂપિયા)નું નુકસાન ઉઠાવવું પડ્યું છે. આતંકવાદને નાણાકીય મદદ પર નજર રાખનારી આ વૈશ્વિક એજન્સીએ પાકિસ્તાનને ૨૦૦૮માં જ ગ્રે લિસ્ટમાં નાખી દીધું હતું. ઇસ્લામાબાદ સ્થિત તબાદલાબ નામના સ્વતંત્ર થિંક-ટૈંકે પોતાના રિસર્ચ પેપરમાં દાવો કર્યો છે કે પાકિસ્તાનને વૈશ્વિક રાજનીતિની કિંમત ચુકવવી પડી છે. તબાદલાબે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, ૨૦૦૮થી ૨૦૧૯ સુધી પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાના કારણે ૩૮ અરબ ડોલરના જીડીપીનું નુકસાન થયું છે. આ નુકસાનનું આંકલન વપરાશ ખર્ચ, એકસપોર્ટ અને સીધા વિદેશી રોકાણમાં આવેલી અછતના આધાર પર કરવામાં આવી છે.

(10:14 am IST)
  • કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે છે ખુશખબરી : કોરોના કાળમાં સરકારે મોંઘવારી ભથ્થું કાપ્યું હતું ત્યારે હવે જાન્યુઆરી 2021થી જૂન 2021 સુધીમાં ડીએમાં વધારો થવાની શકયતા છે :આગામી દિવસોમાં જ નવા વધારા સાથે પગાર મળશે access_time 1:26 am IST

  • રીઝર્વ બેન્કે ગુનાની ગૃહ કો-ઓપરેટીવ બેન્ક લીમીટેડ પર મૂકયો પ્રતિબંધ : ખાતેદારો ૫૦,૦૦૦ રૂપિયા સુધી ઉપાડી શકશે : મંજૂરી વિના કોઈપણ પ્રકારની ગ્રાન્ટ આપવા મનાઈ : નવી લોન આપી શકાશે નહિં અથવા લોન રીન્યુ કરી શકશે નહિં : થાપણો સ્વીકારવા ઉપર મનાઈ : ૯૯%થી વધુ લોકોના નાણા સુરક્ષીત : લાયસન્સ રદ્દ કરાયુ નથી access_time 3:54 pm IST

  • આંદામાન સાગરમાં ભટકતી બોટની શોધ : રોહીંગ્યા શરણાર્થીઓની ગૂમ થયેલી બોટને શોધવામાં ભારતીય તટરક્ષક દળ મદદ કરી રહયું છે. આ નૌકા ૧પ દિ' પહેલા બાંગ્લાદેશથી રવાના થયા પછી ખરાબ થઇ ગયેલ. આ નૌકામાં ૯૦ લોકો છે. જેમની હાલત ખરાબ છે અને તે પૈકી ૮ના મોત થયાની આશંકા છે. જો કે આ નૌકા કયાં છે તે જાણવા મળતુ નથી. આ બોટમાં સવાર રપ વર્ષીય યુવાનની માતા નસીમા ખાતુન કહે છેકે પોતાનો પુત્ર ૪ લીટર પાણી માત્ર સાથે લઇને ગયો છે અને આ લોકો ભુખથી તડપી રહયા છે અને માર્ગ ભુલી ગયા છે. access_time 12:52 pm IST